વડોદરાની વિદ્યાર્થીનીને MS યુનિવર્સિટીમાંથી સમયસર ડિગ્રી સર્ટિફિકેટ ન મળતા અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે તેનું એડમિશન રદ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વિદ્યાર્થીના પિતાએ અનેક વખત યુનિવર્સિટીમાં રજૂઆત કરી હોવા છતાં સત્તાધીશો દ્વારા તેઓને દીક્ષાંત
.
મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલયના કુલપતિ આજદિન સુધી ચાલુ વર્ષના પદવીદાન સમારોહનું આયોજન કરી શક્યા નથી, તેથી હજારો વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટથી વંચિત રહ્યા છે. પરિણામે હજારો વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દીના નક્કર આયોજન માટે કંઈકને કંઈક મુશ્કેલીઓ અને અડચણો આવી રહી છે.
વડોદરા શહેરના એક જાણીતા અને અગ્રણી ડોકટરની દીકરી ગત વર્ષે ગોત્રી મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરીને ચાલુ વર્ષે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવાનું પ્લાનિંગ કર્યું હતું. પરંતુ, કોન્વોકેશન નહિ થવાને લીધે તથા યુનિવર્સિટી તંત્રના પાપે તેણીને તેનું ડિગ્રી સર્ટિફિકેટ હજુ સુધી મળતું નથી. વિદ્યાર્થીનીના પિતાએ અનેક વાર યુનિવર્સિટીમાં રૂબરૂ મુલાકાત કરી, અરજીઓ લખી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ ફરિયાદ કરી ચૂક્યા છે તેમ છતાં, આજદિન સુધી તેનું કંઈજ પરિણામ આવ્યું નથી.
વિદ્યાર્થીની જો પોતાનું ઓરિજિનલ ડિગ્રી સર્ટિફિકેટ તાત્કાલિક ફોરેન યુનિવર્સિટીમાં જમા નહિ કરાવે તો તેનું ત્યાંની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં મળેલું એડમિશન પણ રદ્દ થશે. આ સંજોગોમાં કંટાળીને વિદ્યાર્થિનીએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કોમન એક્ટની જોગવાઈઓ મુજબ તે સપ્ટેમ્બર માસના અંત પહેલા જ દીક્ષાંત સમારોહનું આયોજન થઇ જવું જોઈએ. જોકે હજુ સુધી થયું નથી.