શિનોર તાલુકા પંચાયતના ઇન્ચાર્જ TDOના માર્ગદર્શનમાં ગ્રામ પંચાયતો વેરા વસુલાત માટે સક્રિય થઇ છે. MGVCL શિનોર વીજ કંપની પણ માર્ચના અંત સુધીમાં 100% લાઈટ બિલો વસૂલ કરવા યેનકેન પ્રકારે જાગૃત થયેલ છે.
શિનોર તાલુકા પંચાયતમાં તા.1 માર્ચ 2025થી ઇન્ચાર્જ TDO તરીકે જયમીનબેન.ડી. પટેલે (કરજણ) ચાર્જ સંભાળેલ છે. આવ્યા પછી તેઓએ તાલુકાની પંચાયતોની નબળી વસુલાત સામે ઝુંબેશ ઉપાડી દરેક સ્થળે જાતે જઈને તંત્રને જાગૃત બનાવેલ છે. છતાં પણ વસૂલાતમાં જોઈએ તેટલો વધારો માલુમ પડતો નથી. ગ્રામ પંચાયતોની માફ્ક શિનોર MGVCLના નાયબ ઇજનેર દ્વારા પણ ગ્રાહકોના બાકી પડતા વીજ બીલોની સો ટકા વસુલાત કરવાની ઝુંબેશ ઉપાડેલ છે. જો રૂા.25,50 કે 90 જેવી નાની રકમ બાકી હોય તો પણ ઉઘરાણી કરવા માટે ઘેર ઘેર બિનઅધિકૃત રીતે હેલ્પરોને મોકલે છે. ત્યારે કોઇ ઉચાપતનો બનાવ બને તો જવાબદાર કોણ ? તેવા સવાલ ઉઠયા છે.