Sinor: પો. સ્ટેશનમાં ગ્રામ્ય સ્તરનો લોક દરબાર યોજાયો

    0
    11

    શિનોર પોલીસ મથકે જિલ્લા ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષપદે લોક દરબાર યોજાયો હતો. જેમા નાગરિકોને કોઈ પણ રજૂઆત હોય તો પોલીસને કરવા જણાવાયું હતું. તેમજ મોટા ફેફ્ળીયા ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમા 10 ખોવાયેલ મોબાઈલ પરત આપવામાં આવ્યા હતા.

    આજરોજ તા. 21 માર્ચ-25 બપોરે 12 કલાકે શિનોર પોલીસ મથકે ગામ આગેવાનો અને વેપારીઓ સાથે જિલ્લા ડીવાયએસપી આકાશ પટેલ તથા શિનોર PSI એમ એસ જાડેજાની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો. જેમાં ગ્રામજનોના કોઈપણ પ્રશ્નો હોય તો તેની ચર્ચા સાથે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંગે ચર્ચા કરાઇ હતી. હાલમાં અસામાજિક તત્વો સામે ઝુંબેશ ચાલે છે, તેવા કોઈ તત્વ હોય તો જાણ કરવા જણાવ્યું અને હાલમાં મોબાઈલ ફરોડ, સાઇબર ક્રાઇમ તથા ટ્રાફ્કિ અવરનેસ અને મેઈન બજાર અને બસ સ્ટેન્ડે ટ્રાફીક બાબતે ચર્ચા કરાઇ હતી. તથા ગ્રામજનોની કોઈ રજૂઆત હોય તો શિનોર પોલીસનો સંપર્ક કરી સંવાદ કરવા જણાવ્યું હતું. લોક દરબારમાં શિનોર ગામના અને બજાર સમિતિ ચેરમેન, ગ્રામ પંચાયત ઉપસરપંચ સહિત ગામના આગેવાનો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    ગ્રામજનો દ્વારા ટ્રાફીક બાબતે મેઈનબજાર અને બસ સ્ટેન્ડ પર ટ્રાફીક જવાન અને પોલીસ ચોકી પર પોલીસની હાજરી બાબતે રજૂઆત કરાઇ હતી. જ્યારે મોટા ફેફ્ળીયા સી.એ.પટેલ લર્નિંગ સ્કૂલમા ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ અને ટ્રાફીક અવરનેશ તેમજ મોબાઈલ ફરોડ સાઇબર ગુનાઓ બાબતે ચર્ચા કરી હતી. તેમજ 10 ખોવાઈ ગયેલ મોબાઈલ પરત આપ્યા હતા. તેમજ મોટા ફેફ્ળીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા તમામ પોલીસ કર્મચારીઓનુ મેડિકલ ચેકઅપ કરાયું હતું.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here