ભાદરવી પૂનમના મહામેળાના પર્વે લાખો શ્રદ્ધાળુ પદયાત્રીઓ પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે જેઓને સેવા આપવા માટે સિદ્ધપુર હાઈવે ઉપર વિવિધ સામાજીક અને વેપારી સંગઠનો દ્ધારા સેવા કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે.
શહેરના કાકોશી ચાર રસ્તા અને ફુલપુરા પાસે ક્ષત્રિય ઠાકોર સેના અને યુવા ક્ષત્રિય સેના દ્ધારા ઉભા કરાયેલા કેમ્પની સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે રૂબરૂ મુલાકાત લઈ સુવિધાઓ નિહાળી હતી અને યુવકોની સેવા ભાવનાને બિરદાવી હતી. સેવા કેમ્પમાં બલવંતસિંહ રાજપૂતનું સ્વાગત કરીને આવકારવામાં આવ્યા હતા. તે ઉપરાંત દેથળી ચાર રસ્તા ઉપર આવેલ (બોબડી) હરસિધ્ધિ માતાજીના મંદિર ખાતે આયોજિત હવનમાં ભક્તિભાવ સાથે સહભાગી થઈ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સિદ્ધપુર શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, માર્કેટયાર્ડના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ ગંગોત્રી સહિત આયોજકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.