શહેરા તાલુકા સેવાસદન અને તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલા આધાર કેન્દ્ર ખાતે ભારે લાઈનો આધાર કાર્ડ અપડેટ કરવા માટેની લાઈનો લાગી રહી છે,જ્યારે આધાર કાર્ડ અપડેટ કરવા માટેની જે લાઈનો લાગેલીમાં નાના બાળકો પણ ઉભેલા જોવા મળી રહ્યા છે.
ત્યારે બાળકો પોતાનો અભ્યાસ છોડીને આ આધાર કેન્દ્ર પર લાઈનમાં ઊભા રહીને આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવ્યા છે. તાલુકા મથક ખાતે આવેલા આધાર કેન્દ્ર પર ગ્રામીણ વિસ્તારમાંથી અનેક લોકો વહેલી સવારથી જ પોતાના બાળક સાથે આજ રીતે લાઈનમાં ઊભા રહેતા હોવા સાથે ચા,નાસ્તો તેમજ પાણી પીવા માટે જતા પણ વિચાર કરતા હોઈ કેમ કે નંબર જતો રહેશે તો પાછા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડશે એના લીધે જતા નથી.
પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ દ્વારા તાલુકા મથક ખાતે નવા આધાર કેન્દ્ર શરૂ કરવામાં આવે તેમજ ચાર જેટલી આધાર કીટ વધારવામાં આવે તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પાંચ જેટલા ગામ વચ્ચે એક આધાર કીટની ફાળવણી કરવા માંગ ઉઠવા પામી હતી, આધાર કાર્ડ અપડેટ કરવા માટે ઠંડીમાં પણ સવારથી આધાર કેન્દ્ર ખાતે લાઈનમાં ઊભા રહેતા લોકો નજરે પડી રહ્યા હોઇ આ બાબતને ગંભીરતાથી લેવા માગ કરાઈ છે.