આજે 23 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની વન-ડે મેચ ચાલી રહી છે, જેને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે ત્યારે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા બળવંતરાય ઠાકોર હોલમાં લગ્ન પ્રસંગ દરમિયાન પણ મેચનો માહોલ જોવા મળ્યો હતો. લગ્ન
.
લગ્ન પ્રસંગ દરમિયાન પણ મેચનો માહોલ જોવા મળ્યો ખોખરામાં આવેલ બાલકૃષ્ણ સોસાયટીમાં ટોરેન્ટ પાવરના ઓફિસરની પુત્રી યુકતા ગાયકવાડના લગ્ન આજે લેવાયા હતા. લગ્ન મંડપમાં મોબાઈલમાં મેચના સ્કોર અને લાઈવ મેચ જોતા રહ્યા હતા. બળવંતરાય ઠાકોર હોલમાં મહેમાનો પણ હાલ ચાલી રહેલી પાકિસ્તાનની બેટિંગની લાઈવ મેચ નિહાળવા સાથે લગ્નપસંગમા અભિવૃદ્ધિ કરી રહ્યા છે.