કોંગ્રેસની વિધાર્થી પાંખ NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેનીની ભરતી મામલે ગંભીર આક્ષેપ કર્યા છે. NSUIનો આક્ષેપ છે કે, ગુજરાત યુનિવર્સિટીના કેટલાક લોકોના મળતિયાઓને જ જોબ ટ્રેની તરીકે સેટિંગથી નોકરીમાં રાખવામાં આવ્યા છે. જેમાં પરીક્ષા વિભાગના
.
NSUIએ રજિસ્ટ્રારને આવેદન આપી રજૂઆત કરી ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેનની ભરતીમાં આક્ષેપ સાથે NSUI દ્વારા ચાર દિવસ અગાઉ વિરોધ કરવામાં આવ્યો હતો. તે સમયે NSUI દ્વારા જોબ ટ્રેનની ભરતી મામલે યુનિવર્સિટીને નિર્ણય લેવા જણાવ્યું હતું, પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી ના કરતા આજે ફરીથી NSUI દ્વારા મોટી સંખ્યામાં કાર્યકરો સાથે મળીને વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIએ રજિસ્ટ્રારને આવેદન આપીને જોબ ટ્રેનની ભરતી પારદર્શક કરી કેટલાક લોકોના મળતિયા નોકરી કરે છે તેની સામે કાર્યવાહી કરવા માગ કરી છે.
મળતિયાઓને સેટિંગથી નોકરી રાખવામાં આવતા હોવાનો આક્ષેપ NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યા દ્વારા ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે ભરતી થઈ નથી. જોબ ટ્રેનીમા છેલ્લા ઘણા સમયથી કેટલાક કર્મચારીઓ જ સતત નોકરી કરે છે. જેની મુદ્દત પૂરી થતા તે જ કર્મચારીઓને રિન્યુ કરવામાં આવે છે. અનેક લોકો ગુજરાત યુનિવર્સિટીમાં નોકરીની તક મળે તે માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ યુનિવર્સિટી દ્વાર કાયમી ભરતી કરવામાં આવી રહી નથી.
7 દિવસમાં નામ સાથે ખુલાસો કરવાની ચીમકી સિન્ડિકેટ સભ્યો અને અન્ય વિભાગના વડાન મળતિયાઓને જ જોબ ટ્રેનીમા રાખવામાં આવે છે. કલ્પેન વોરા અને રાજેશ ડામોરના જ મળતિયાઓ અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેની તરીકે છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવે તો આગામી 7 દિવસ બાદ ક્યાં વ્યક્તિ કોની ભલામણથી નોકરી લાગ્યા તે નામ સાથે ખુલાસો કરવામાં આવશે.