શહેરમાં કોઈપણ જગ્યાએ બાંધકામ કરવામાં આવતું હોય અથવા તો કોઈ કામગીરી કરવામાં આવતી હોય ત્યારે તેમાં સુરક્ષાને લઈને ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બાંધકામની કામગીરીના પગલે આસપાસ મજબૂત બેરિકેટિંગ કરીને કામગીરી કરવાની હોય છે. સુરક્ષાને લઈને ગાઇડલાઇન પણ જાહેર ક
.
બે જગ્યા પર 10 ફુટથી વધુ ઊંડા ખાડા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસના પાર્કિંગની જગ્યામાં વર્ટિકલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે. જ્યાં બે જગ્યા પર 10 ફુટથી વધુ ઊંડા ખાડા કરવામાં આવ્યા છે. જેની બાજુમાં સિક્યુરિટી કેબિન પણ આવેલી છે. વર્ટિકલ પાર્કિંગ બનાવવા માટે ઊંડો ખાડો કરવામાં આવ્યો છે, પરંતુ આજુબાજુ ક્યાંય પણ સુરક્ષાને લઈને બેરિકેટિંગ કરવામાં આવ્યું નથી. કોઈપણ બાંધકામ અથવા ખોદાણ કરવામાં આવતું હોય છે ત્યારે આસપાસ બેરિકેટિંગ કરવાનું હોય છે, પરંતુ આ જગ્યા ઉપર માત્ર સફેદ પટ્ટી લગાવવામાં આવી છે જે પણ અત્યારે તૂટેલી હાલતમાં જોવા મળી હતી. આજુબાજુમાંથી કોર્પોરેશનના જ કર્મચારીઓ સિક્યુરિટી કેબિન તરફ અવર-જવર કરતા હોય છે.

મ્યુ. કમિશનર દ્વારા ખોદાણ માટે SOP જાહેર કરાયું મ્યુનિસિપલ કમિશનરે જગ્યાએ ખોદાણ કરવામાં આવતું હોય તેની એક એસઓપી પણ જાહેર કરેલી છે. જે મુજબ જ્યારે કોઈપણ ખોદાણ કરવાની કામગીરી કરવામાં આવે ત્યારે પહેલા યુટીલીટીનો સર્વે કરવાનો રહેશે. તેમજ તેની માટી યોગ્ય રીતે યોગ્ય સ્થળ પરથી સાફ કરવાની રહેશે ત્યારબાદ જ બેરીકેટ હટાવવાનું રહેશે. ખોદાણની કામગીરી જેટલા સમય માટે હોય તેમાં સેફ્ટી માટે અલગ અલગ જરૂરી સેફ્ટી સાઈનને ટેન્ડરમાં એમ જ કોટેશનમાં શરતોમાં સમાવેશ કરવાનું રહેશે.

ખોદાણની કામગીરી કરવાની હોય તેના માટે રસ્તો બંધ કરવો શહેરમાં નાના-મોટા ખોદાણ તેમજ રોડ ખોલવાની પ્રક્રિયામાં સેફ્ટી પ્લાન રજૂ કરવાનો રહેશે જ્યારે પણ મુખ્ય રોડ અથવા અગત્યનો રોડ હોય ત્યાં રોડના ખોદાણની કામગીરી કરવાની હોય તેના માટે રસ્તો બંધ કરવો તેમાં ડાયવર્ઝન પ્લાન વગેરે ટ્રાફિક પોઇન્ટ મૂકવા અંગે ટ્રાફિક પોલીસને જાણ કરવાની રહેશે. સેફ્ટી માટે સેફ્ટી પ્લાન રજૂ કરી સેફ્ટીના સાઈનેઝ સાથે સંપૂર્ણપણે કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી આસિસ્ટન્ટને ઇજનેરે તપાસ કરવાની રહેશે.

અલગ અલગ દિવસે કામગીરી પુરી કરવાના અલગ અલગ બેરિકેટિંગ જે પણ સ્થળ ઉપર હવે ખોદાણ કરવામાં આવે ત્યાં કોઈપણ પટ્ટી કે ગ્રીન નેટનું બેરીકેટ નહિ, પરંતુ તમામ જગ્યાએ મજબૂત બેરિકેટિંગ કરવાનું રહેશે. ખાડાની આસપાસ મજબૂત બેરિકેટિંગ કરવાનું રહેશે. 1.50 મીટર સુધીની ઊંડાઈનું સાત દિવસમાં કામ પૂર્ણ થાય તેવામાં અને 1.50 મીટરથી વધુ ઊંડાઈનું સાત દિવસથી વધુ કામગીરી થાય ત્યારે તે મુજબનું અલગ અલગ પ્રકારનું બેરિકેટિંગ કરવાનું રહેશે. હાલમાં અલગ અલગ પ્રકારના સાઈન રાખવામાં આવતા હતા, પરંતુ હવે એક જ પ્રકારના સાઇન મૂકવાના રહેશે. રોડના ખોદાણ બાદ કોઈપણ યુટીલીટીને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.

દુર્ઘટના બને તો સંલગ્ન કર્મચારી અને કોન્ટ્રાક્ટ એજન્સી જવાબદાર ખોદાણ કરીને કામગીરી પૂર્ણ કર્યા બાદ લેયર મુજબ માટી રેતી વગેરે નો ઉપયોગ કરીને યોગ્ય પુરાણ કરવાનું રહેશે. યોગ્ય રીતે તેનું વોટરિંગ કરી અને ત્યારબાદ કામગીરી કરવાની રહેશે 12 મહિના સુધી તે બેસી ન જાય તે મુજબ સંપૂર્ણપણે તપાસ કરીને કામગીરી કરવાની રહેશે જો રીપેરીંગ કરવાની જવાબદારી ઊભી થાય તો સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. આ સમગ્ર SOP મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો તેમજ ખાનગી એજન્સીઓ જેઓ કેબલ નાખવા ખોદાણ કરવામાં આવશે તેમને અમલ કરવાની રહેશે. જો કાર્ય પદ્ધતિનો અમલ કર્યા વિના કામગીરી થશે અને ઘટના કે દુર્ઘટના બને તો તેના માટે સંલગ્ન કર્મચારી અને કોન્ટ્રાક્ટ એજન્સી જવાબદાર રહેશે.