Savali: સાવલીના જાવલ હનુમાન મંદિરની ખોટી પત્રિકા છપાવી નાણાંની ઉઘરાણી

HomeHalolSavali: સાવલીના જાવલ હનુમાન મંદિરની ખોટી પત્રિકા છપાવી નાણાંની ઉઘરાણી

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • એક ઇસમને પકડી ગ્રામજનોએ પોલીસને હવાલે કર્યો
  • જાવલિયા હનુમાન બાબતે કોઈ પણ ફળો ન આપવા જાણ કરાઇ
  • રાજ્યમાં સ્વયં પ્રગટેલ 5 હનુમાનજીના મંદિરો પૈકીનું એક આ મંદિર

   સાવલી : સાવલી તાલુકાના જાવલા ગામે આવેલા જાવલિયાં હનુમાન મંદિર ના નામે પ્રાણ પ્રતિષ્ઠાની ખોટી પત્રિકા છપાવીને દાન ઉઘરાવતો ઇસમ ને ઝડપીને ગ્રામજનોએ પોલીસને હવાલે કર્યો છે અને પત્રિકા છાપીને કોઈપણ વ્યક્તિને દાન ન આપવાની જાહેરાત કરવામાં આવી છે

    સાવલી તાલુકાનું જાવલા ગામે આવેલ જાવલિયા હનુમાન નું મંદિર સમગ્ર રાજ્યના હનુમાનજી ભક્તોનું આસ્થા નું કેન્દ્ર છે રાજ્યમાં સ્વયં પ્રગટેલ 5 હનુમાનજીના મંદિરો પૈકીનું એક આ મંદિર છે જાવલા ગામે તળાવના કિનારે નયનરમ્ય વાતાવરણમાં આવેલ આ મંદિર આસ્થા અને ભક્તિની સાથે જોવાલાયક સ્થળ પણ છે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના નામે એક ઈસમ દાન ઉઘરાવતો હોવાનું તાલુકા જનોને અને ગ્રામજનોને ધ્યાને આવ્યું હતું અને તેના માટે તેને એક પત્રિકા છપાવવામાં આવી હતી જેમાં 58 ફૂટ ઊંચી જાવલીયા હનુમાનની પ્રતિમા બનાવવાનું અને સંવત 2080 અષાઢ સુદ બીજ અને રવિવારે તારીખ 7 /7/ 2024 ના રોજ વિધિવત પૂજન કરી આ કાર્યની શુભારંભની જાહેર કરતી પત્રિકા છાપવામાં આવી હતી. તેના માટે દાન સ્વીકારવામાં આવે છે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને મોબાઈલ નંબર પણ છાપવામાં આવ્યો હતો તેના પગલે હનુમાન ભક્તો અને ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. ગ્રામજનોએ યુક્તિ પ્રયુક્તિ કરીને આ ઈસમને બોલાવીને ઝડપી પાડયો હતો અને સાવલી પોલીસને સવારે કર્યો હતો સાથે સાથે પત્રિકા દ્વારા સમગ્ર તાલુકા જનોને જાવલિયા હનુમાન બાબતે કોઈપણ ફળો ન આપવા અને આવો કોઈ પણ કાર્યક્રમ ન હોવાની જાણ કરતી પત્રિકા ફ્રતી કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ ઈસમ જો દાન માંગે તો બે ગ્રામજનોના નંબર આપીને સંપર્ક કરવાની વિનંતી કરવામાં આવી છે હરીશ બાબુ ભાઈ ભોઈ નામનો ડેસર તાલુકા ના પીપળીયા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે સાવલી પોલીસે ઝડપાયેલ ઇસમની સઘન પૂછપરછ કરવા તજવીજ હાથ ધરી છે જ્યારે ભગવાનના નામે પૈસા ઉઘરાવતા અને છેતરપિંડી કરતા હોવાની જાણ તાલુકા જનોને થતા તાલુકા જનોમાં પ્રચંડ રોષ ફટી નીકળ્યો છે અને જવાબદાર સામે કડક સાથે પગલાં લેવાની માંગ કરી છે



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon