- હેરિટેજ અને ગ્રામ પં.ની બેદરકારી
- ઐતિહાસિક ધરોહરની જાળવણીની માગ
- હેરિટેજ વિભાગ તેમજ તંત્ર દ્રારા આ કિલ્લાઓની જાળવણી માટે કોઈ પ્રયાસ હાથ ના ધરાતા કિલ્લાના કાંકરા ખરવા માંડયા
સંખેડામાં ગાયકવાડી શાસનના ઐતિહાસિક ધરોહરના કિલ્લાના કાંકરા ખરતાં હેરિટેજ વિભાગને જાળવણી કરવા અંગે ગામ લોકોની માંગ ઉઠી છે.
ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવા પંથકનું હેરિટેજ વિભાગ નિષ્ફળ નિવડયું છે. જેને લઇને પંથકના લોકોમાં નારાજગી છે.
સંખેડા ખાતે ગાયકવાડ શાસનના કિલ્લાની જાળવણી સરકારી તંત્રે ન રાખતા કિલ્લાના કાંગરા ખરી રહ્યા છે. હેરિટેજ વિભાગ અને જિલ્લા પંચાયતની જાળવણી માટે કોઈ યોજનામાં સમાવેશ કરીને આ કિલ્લાઓની જાળવણી કરે તેવી સંખેડાના ગ્રામજનોની માગ છે. સંખેડા ખાતે ગાયકવાડ સ્ટેટ વખતે કિલ્લા બનાવ્યા હતા. ગાયકવાડી સ્ટેટ વખતે બનાવેલા કિલ્લાની જાળવણી સરકારને કરવાની હોય છે. પરંતુ સંખેડા- પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચારેય કોર કિલ્લા છે. પરંતુ હેરિટેજ વિભાગ તેમજ તંત્ર દ્રારા આ કિલ્લાઓની જાળવણી માટે કોઈ પ્રયાસ હાથ ના ધરાતા કિલ્લાના કાંકરા ખરવા માંડયા છે.