માતૃભૂમિ ભારત માતાની રક્ષા કાજે આપણા ભારત દેશના વીર જવાનો પોતાની જિંદગીની પરવાહ કર્યા વિના સતત રાત-દિવસ ખડે પગે ફરજ બજાવતા હોય તેઓને જરૂરીયાતના ખરા સમયે બ્લડ પહોંચાડી શકીએ તેવા શુભ ઉપદેશથી સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં સંખેડા પોલીસ સ્ટેશનના જવાનો, મામલતદાર, તા. પંચાયત, BHOના મળી આશરે 20 થી વધુ કર્મચારીએ 29 યુનિટ બ્લડ આપી કેમ્પને સફ્ળ બનાવ્યો હતો. કેમ્પમાં છોટાઉદેપુર ખેતીવાડી લાયઝર અધિકારી પંચાલ, સંખેડા બીએચઓ રંજન વિકાસ, CHC ડેન્ટલ ડૉ . રાઠવા, સંખેડા PI જલ્પા પંડયા સહિત પારૂલ બ્લડ યુનિટ હોસ્પિટલનો સ્ટાફ્ ઉપસ્થિત રહેલ અંતમાં બ્લડ ડોનેશન કરનારને સર્ટીફિકેટ અપાયા હતા.
[ad_1]
Source link