
સંખેડાના બહાદરપુર એપીએમસી યાર્ડખાતે ટેકાના ભાવથી તુવેર ખરીદી માટેનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ સરકારી ટેકાના ભાવે તુવેરના માટે સંખેડા તાલુકામાં અત્યાર સુધી એક હજાર કરતાં પણ વધુ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી છે. જ્યારે જિલ્લામાં 2 હજાર કરતા વધુ ખેડૂતોએ તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી છે.
છતાં બહાદરપૂર એપી એમસીયાર્ડ ખાતે તુવેર વેચાણ માટે આવતા ખેડૂતોની સંખ્યા અંશતઃ જોવા મળી રહી છે. બહાદરપૂર એપીએમસી યાર્ડમાં ટેકાના ભાવે તુવેર ખરીદીનો પ્રારંભ એક સપ્તાહ પહેલા કરવામાં આવ્યો છે. ટેકાના ભાવ રૂા.7550 નક્કી કરવામાં આવ્યો છે. સંખેડા તાલુકામાં ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે એકહજાર કરતા વધુ ખેડૂતોએ ઓનલાઇન રજી્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે જિલ્લામાં બે હજાર કરતાં વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર ન વેચાણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બહાદરપુર એપીએમસી યાર્ડ ખાતે ટેકાના ભાવથી તુવેરના વેચાણ માટે અંશતઃ ખેડૂતો જોવા મળ્યા હતા. સંખેડા તાલુકામાં તુવેરની ખેતી વધુ પ્રમાણમાં ખેડૂતો કરે છે.
જેના કારણે જિલ્લામાં સંખેડા તાલુકો તુવેરની ખેતી માટેનું હબ સેન્ટર ગણાય છે. તાલુકામાં ગોલાગામડી, માંજરોલ, કાલી તલાવડી, લોટીયા, ક્સુંબિયા સહિત હરેશ્વર જેવા ગામોના ખેડૂતો મોટાપાયે તુવેરની ખેતી વર્ષોથી કરી રહ્યા છે. તેવા ખેડૂતો હજી પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાના બાકી છે. જેને કારણે બહાદરપુર એપીએમસી યાર્ડ ખાતે હજુ તુવેરની ખરીદીનો માહોલ જામ્યો નથી.
[ad_1]
Source link