સંખેડાના કમાન ગેટથી નવાપુરા લીઝ સુધીના માર્ગ ઉપર બંને બાજુ ફેલાયેલ વનસ્પતિને દૂર કરવાની કામગીરી હાથ ધરાયા બાદ વરસાદનું વિઘ્ન આવતા કામગીરીમાં રૂકાવટ આવી હતી. જોકે ફરી આ કામગીરીને આગળ વધાવી થોડાક દિવસમાં જંગલ ઝાડી દૂર થઈ જશે હોવાનું સંખેડા ગ્રામ પંચાયત ઉપસરપંચે જણાવેલ.
સંખેડાના જુના ટાવર વિસ્તારના રહીશો માટે આશીર્વાદરૂપ સમા નવીન માર્ગની બંને બાજુ વરસાદને લઈ મોટા પ્રમાણમાં ઝાંડી ઉગી નીકળતા આ માર્ગ પર વાહન ચાલકો સહિત સૌ કોઈને અકસ્માતનો ડર સતાવી રહ્યો હતો.
જોકે આગામી દિવસમાં નવરાતી પર્વના પ્રરંભ સાથે અનેક તહેવારની સિઝન ખીલી ઉઠે તે અગાઉ જ સંખેડા ગ્રામ પંચાયત ઉપસરપંચ સુનિલ રાણાએ પોતે ઉભા રહી જંગલી વનસ્પતિને દૂર કરવાની કામગીરી હાથ ધરતા આ માર્ગ પરથી રોજીંદા અવર જવર કરનાઓમાં આનંદની લાગણી સાથે રાહત થવા પામી હતી .