સંખેડાની ભાગોળમાં ચાર રસ્તા પર અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. વારંવાર વિવિધ વિસ્તારોમાં અંડર ગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇનમાં ભંગાન સર્જાવાની ઘટનાઓ બની રહી છે. જેના કારણે હજરો લીટર પાણીનો વેડફાટ થતો રહે છે.
સંખેડાના માંકણી ઝાંપા ચાર રસ્તા વિસ્તારમાંથી પસાર થતા ભારદારી વાહનોને કારણે ડામર રોડ બેસી જવાના કારણે અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થવાથી પાણી લીકેઝ થઇ રહ્યું છે.ગ્રામપંચાયત મોટું ભંગાણ થવાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા કેટલાય દિવસોથી પાણી લીકેજ થતું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.સંખેડા ગોજપુર માર્ગ પર થોડા દિવસો પહેલા ડી.બી.પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ પાસે અંડર ગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આ માર્ગ પર પાણી ફરી વળ્યા હતા, હજારો લીટર પાણી નો વેડફાટ થયા બાદ સમારકામ કરવામાં આવતા રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન બન્યા હતા હાલમાં ચારરસ્તા પર અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઈનમાં થયેલા ભંગાણ થી ગ્રામપંચાયત અજાણ હોય તેવું લાગી રહ્યું છે વધુ નુકશાન થાય તે પહેલાં ગ્રામપંચાયત દ્વારાસમારકામ હાથ ધરવામાં આવે એ જરૂરી છે.
[ad_1]
Source link