Sanand : આક્રોશ : બે માસથી રજૂઆત કરવા છતાંય સ્થિતિ જૈસે થેની..

0
3

સાણંદ તાલુકાનાં નળસરોવર રોડ આવેલ રેથલ ગામે કેટલાક ઈસમો દ્વારા ગામના બંધને તોડી કેનાલમાં પુરાણ કરી નાખતાં રેથલ ગ્રામ પંચાયત તેમજ ગામનાં ખેડૂતો દ્વારા સ્થાનિક તંત્રને આવેદન આપવામાં આવ્યુ હતું. ગામનાં ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે આ અંગે બે માસ પહેલા નર્મદા નિગમનાં અધિકારીઓ તેમજ સ્થાનિક તંત્રને પણ રજૂઆત કરી હોવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતો રોષે ભરાયા હતા અને આ અંગે સ્થાનિક તંત્રને આવેદન પાઠવ્યું હતું. આ રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોને બંધ કોના હસ્તક છે. એ રેકર્ડ ન હોવાનું જણાવતાં ખેડૂતોને તંત્રની કામગીરી સામે સવાલો સવાલો ઉઠાવ્યા હતા. આ પુરાણ થવાને કારણે ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ અકટેલ છે. જેને કારણે ખેડૂતોનાં પાક નિષ્ફળ જવા પામે છે. જેથી તંત્ર દ્વારા આ અંગે તાત્કાલિક પગલા લેવામાં આવે એવી ખેડૂતોની માંગ છે.

[ad_2]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here