સાણંદ ખાતે ગુરુવારે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહનાં હસ્તે થવાનું હોઈ સાણંદમાં વહેલી સવાર થી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો.
બપોરે 1-45 કલાકે અમીત શાહ સાણંદ બાયપાસ નજીક આવી પહોંચ્યા હતા. જ્યાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ તથા ભાજપના અન્ય અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત હતા. જેમણે ગૃહમંત્રી અમીત શાહનું સ્વાગત કર્યું હતું તેમજ ધારાસભ્ય કનુભાઈ પટેલનાં નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ ધારાસભ્ય કનુભાઈ તથા ભાજપના અન્ય કાર્યકરોની સાથે ભોજન લીધું હતું. આ પ્રસંગે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ, મહામંત્રી નવદીપસિંહ ડોડીયા, મહામંત્રી શૈલેષભાઈ દાવડા તથા અન્ય વિસ્તારનાં તમામ ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી.