Safala Ekadashi 2024 Date : હિંદુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે એક વર્ષમાં કુલ 24 અગિયારસ હોય છે. એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં.અમે વાત કરવા જઈ રહ્યા છીએ સફલા એકાદશીની, જે આ વર્ષે 26 ડિસેમ્બરે ઉજવાશે. 2024ની આ અંતિમ અગિયારસ છે. માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને તમામ શુભ કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
સફલા અગિયારસ તારીખ
વૈદિક પંચાંગ અનુસાર માગશર વદ અગિયારસની તિથિ 25 ડિસેમ્બરે રાત્રે 10.28 વાગ્યે શરૂ થશે. જે 26 ડિસેમ્બરે બપોરે 12.42 વાગ્યે સમાપ્ત થશે. તેથી ઉદયા તિથીની આધાર માનતા 26 ડિસેમ્બરે સફલા એકાદશી ઉજવવામાં આવશે.
બની રહ્યા છે આ સંયોગ
પંચાગ મુજબ 26 ડિસેમ્બર 2024ના રોજ સફલા અગિયારસના દિવસે સુકર્મા યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે રાત્રે 10.22 વાગ્યે સમાપ્ત થશે. સફલા એકાદશીના દિવસે સ્વાતિ નક્ષત્રની પણ બની રહ્યું છે, જે 18:08 મિનિટ સુધી રહેશે. આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે 12:01થી 12:42 સુધી છે.
આ પણ વાંચો – રાહુ ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરશે, 3 રાશિની કિસ્મત ચમકશે, રાજા જેવું જીવન જીવશે
સફલા એકાદશીનું મહત્વ
સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. તેમજ આ દિવસે તુલસીનો છોડ વાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તુલસી લગાવવાથી ધન-સમૃદ્ધિ વધે છે. ઘરની ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો. સાથે જ આ દિવસે વ્રત કરવાથી જીવનમાં ધનની વૃદ્ધિ થાય છે. સાથે જ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.