Sabarkatha: ઉત્તર ગુજરાતમાં ખરીફ વાવેતર 17 લાખ હેક્ટરે પહોંચ્યું

HomeBayadSabarkatha: ઉત્તર ગુજરાતમાં ખરીફ વાવેતર 17 લાખ હેક્ટરે પહોંચ્યું

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ઉત્તર ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ સંતાકૂકડી રમી હતી. ચોમાસાની ધોરી નસ સમાન અષાઢ મહિનામાં પણ નોંધપાત્ર વરસાદ થયો નહોતો. શ્રાવણ મહિનાના 20 દિવસ સુધી પણ સારો વરસાદ ન થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા. ખરીફ પાકોનું વાવેતર કરીને બેઠેલા ખેડૂતો આકાશ તરફ નજર માંડતા હતા.

પરંતુ જન્માષ્ટમીના તહેવારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. માત્ર પાંચથી છ દિવસમાં જ મેઘરાજા અનરાધાર વરસ્યા હતા. શ્રાવણના પાછોતરા દિવસોમાં શરૂ થયેલી મેઘ સવારી ભાદરવામાં પણ જોવા મળી રહી છે. જેના કારણે ખરીફ પાકોનું બમ્પર ઉત્પાદન થશે તેવી ખેડૂતોની આશા ઉજળી બની છે. ઉત્તર ગુજરાતમાં તા. 2 સપ્ટેમ્બર, 2024ની સ્થિતિએ 17,09,800 હેક્ટરમાં ખરીફ વાવેતર કરવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી એમ 6 જિલ્લાઓમાં ચાલુ વર્ષે ખરીફ પાકોનું 17 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. તમામે તમામ 6 જિલ્લામાં શ્રાવણના પાછોતરા દિવસોથી શરૂ થયેલી મેઘ સવારી ભાદરવામાં પણ જારી રહી છે. મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસાની સિઝનનો 100 ટકાથી વધારે વરસાદ થઈ ચૂક્યો છે. સારા વરસાદના પગલે ખરીફ વાવેતરનું ચિત્ર બદલાયું છે. આ વર્ષે ખરીફ પાકોનું બમ્પર ઉત્પાદન થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે 6,18,300 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી બાજરીનું 1,13,000 હેક્ટરમાં, મગફળીનું 1,71,900 હેક્ટરમાં, કપાસનું 2,26,000 હેક્ટરમાં, ઘાસચારાનું 1,82,800 હેક્ટર સાથે કુલ 6,18,300 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં 3,16,200 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં 2,40,500 હેક્ટરમાં જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 2,26,900 હેક્ટરમાં, ગાંધીનગર જિલ્લામાં 1,16,900 હેક્ટરમાં અને અરવલ્લી જિલ્લામાં 1,90, 900 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યુ છે.

કપાસ અને મગફળી તરફ ખેડૂતોનો ઝુકાવ જોવા મળ્યો

ચાલુ વર્ષે કપાસ અને મગફળીના વાવેતર તરફ ખેડૂતોનો ઝૂકાવ જોવા મળ્યો છે. જેમાં બનાસકાંઠામાં મગફળીનું 1,71,900 હેક્ટરમાં, પાટણમાં 5300, મહેસાણામાં 22500, સાબરકાંઠામાં 77,700, ગાંધીનગરમાં 15,900, અરવલ્લીમાં 57,700 સાથે ઉત્તર ગુજરાતમાં 3,50,800 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં કપાસનું 1,93,100 હેક્ટરમાં વાવેતર કરાયું છે. જેમાં બનાસકાંઠામાં 2,26,600 હેક્ટરમાં, પાટણમાં 45,100, મહેસાણામાં 33,000, સાબરકાંઠામાં 51,300, ગાંધીનગરમાં 19,200, અરવલ્લીમાં 21,900 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

પશુપાલન પર નિર્ભરતા : ઘાસચારાનું સાડા ચાર લાખ હેક્ટરમાં વાવેતર થયું

બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન સાથે મોટાભાગના ખેડૂતો સંકળાયેલા છે. જેના કારણે ત્યાં ઘાસચારાનું સૌથી વધારે 1,82,800 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ સિવાય પાટણ જિલ્લામાં પણ ખેડૂતો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. જ્યાં ઘાસચારાનું 1,33,800 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં પણ પશુપાલનનો અને દૂધ ઉત્પાદનનો વ્યવસાય છે ત્યાં પણ 62,600 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. સાબરકાંઠામાં 15,700, ગાંધીનગરમાં 31,900 અને અરવલ્લીમાં 18,100 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.

બાજરીના વાવેતરમાં બનાસકાંઠા અવ્વલ

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે બાજરીનું વાવેતર કરવામાં આવે છે. બાજરીના ઉત્પાદનમાં પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અવ્વલ નંબરે છે. ચાલુ વર્ષે બનાસકાંઠામાં બાજરીનું 1,13,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ સિવાય પાટણમાં 7200, મહેસાણામાં 3700, સાબરકાંઠામાં 200, ગાંધીનગરમાં 800 અને અરવલ્લીમાં 400 હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે બાજરીનું 1,25,200 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. સરકારે બાજરીના ટેકાના સારા ભાવ આપ્યા હોઇ બાજરીનો વાવેતર વિસ્તાર સારો રહ્યો છે.

શાકભાજીનું હબ ગણાતો સાબરકાંઠાનો પ્રાંતિજ તાલુકો

સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે. પ્રાંતિજ તાલુકો શાકભાજીનું હબ ગણાય છે અને અહીંના કોબીઝથી લઈને ફુલાવર છેક મુંબઈ સુધી પહોંચે છે. સાબરકાંઠામાં ચાલુ વર્ષે શાકભાજીનું ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે 51,300 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. અરવલ્લીના બાયડ તાલુકાના પિૃમ વિસ્તાર ચોઈલાથી લઈને જીતપુર, આંબલિયારા, ભૂડાસણ, ઊંટરડા, વાસણી, લીંબ સહિતના વિસ્તારોમાં પણ શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. અરવલ્લીમાં ચાલુ વર્ષે 6700 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં 13,600 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરાયું છે.

મેઘરાજાએ વિરામ લેતાં ખેડૂતોને હાશકારો

મૂશળધાર વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ગયાં હતાં. જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ ખમૈયા કરતાં ખેડૂતોને હાશકારો થયો છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon