Sabarkanthaના ઈડરમાં ડ્રાઈવરને ઝોકું આવતા ટ્રક પુલની નીચે ખાબકયો એકનું મોત

HomeIdarSabarkanthaના ઈડરમાં ડ્રાઈવરને ઝોકું આવતા ટ્રક પુલની નીચે ખાબકયો એકનું મોત

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • ટ્રકચાલકને ઝોકું આવતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત
  • અકસ્માતમાં એકનું મોત બે ઈજાગ્રસ્ત
  • ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા

સાબરકાંઠાના ઈડર વલાસણ હાઈવે પર ટ્રક ડ્રાઈવરને ઝોકું આવતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો,જેના કારણે ટ્રક નીચે ખાબકતા એક વ્યકિતનું મોત અને બે વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હતા,તો બીજી તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ટ્રકમાં મારબલ્સ હતા

ડ્રાઈવર ઈડર હાઈવે પરથી ટ્રકને લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક ઉંઘ આવી જતા ટ્રકના સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો,મહત્વનું છે કે ટ્રક નીચે ખાબકયો અને તેમાં એક વ્યકિતનું મોત થયુ.તો પુલનો અડધો ભાગ પણ તૂટી ગયો હતો.આ ટ્રકમાં કુલ 3 લોકો સવાર હતા જેમાં બે વ્યકિતઓને સારવાર હેઠળ ખસેડાયા હતા.ટ્રક મારબલના પથ્થર ભરીને જઈ રહ્યો હતો.

ગોંડલમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.કારની પાછળ આવતા ટ્રકે કારને ઠોકર મારી હતી.કારમાં જૂનાગઢનો પરિવાર સવાર હતો. જેમાં એક મહિલાને ઇજા થતાં માર્કેટિંગ યાર્ડની એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.કોની બેદરકારીના કારણે અકસ્માત થયો તેને લઈને તપાસ ચાલુ છે.

એક મહિના પહેલા પાવગઢમાં પણ આવી ઘટના બની

પાવાગઢના માચી ખાતે માલસામાન ખાલી કરી તળેટીમાં નીચે ઉતરી રહેલો આઇસર ટેમ્પો સેલ્ફી પોઇન્ટ પાસે 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ડ્રાઇવર ગંભીર ઇજાઓ પોહચી હતી ઇજાગ્રસ્ત ને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જોકે મેહસાણા થી પાવાગઢ મંદિર માં ઘી લઇને ટેમ્પો આવ્યો હતો અને ઘી ના ડબ્બા ખાલી કરીને ટેમ્પો પરત નીચે તળેટીમાં ઉતરી રહ્યો હતો.

 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon