સાબરકાંઠાના પોળો વિસ્તારમાં કાર ડૂબવાની ઘટના બીજીવાર બની છે. ઊંડા પાણીમાં ખાબકતા બે યુવકોના કારમાં જ ડૂબવાથી મોત થયા છે. સમગ્ર બનાવ વિજયનગર ઇડર રોડ ઉપરનો છે. મોડીરાત્રે સલુંબર રાજસ્થાનથી અંબાજી તરફ જતા ગોજારો અકસ્માત સર્જાયો.
વિજયનગર પોલો પાસેના ઇડર હાઇવે પરના ડેમના કિનારેના ભાગમાં ખાડામાં રેલિંગ તોડી કાર ખાડામાં ખાબકી. વણજ ગામ પાસે કાર રોડની પાસેની પાણી ભરેલી ચોકડીમાં ખાબકતા સાથે બે યુવકોના મૃતદેહ પણ મળી આવ્યા હતા. બે યુવકો રાજસ્થાનના સુલુંબરના રહેવાસી છે. મૃતદેહ અને કારને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી. વિજયનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા ઈકો ગાડીના ચાલકનું મોત નીપજ્યું
વડાલીના મોતીનગર બાવસરનો યુવક પોતાની ઇકો લઈ ભાઈ અને મિત્રો સાથે રાજસ્થાનના પરમારવાડામાં નવા વર્ષે સાસરીમાં મળવા ગયા હતા. જ્યાંથી પરત ઘરે જતા વિજયનગરના આડા ખોખરા નજીક ઇકો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ઇકો પલટી જતાં ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે એક યુવક ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયો હતો.
મોતીનગર બાવસરના રાહુલભાઇ જીવણભાઈ પટેલ તેમનો ભાઈ અજય અને મિત્રો કિરણ લાલાભાઈ ઠાકોર તેમનો ભાઈ વિક્રમ અને કિરણભાઈ પ્રધાનજી ઠાકોર સાથે તા.2 નવેમ્બરના દિવસે નવા વર્ષના સાલ મુબારક કરવા રાહુલભાઇ પટેલની સાસરીમાં ઉદયપુરના નવાગામ તાલુકાના પરમારવાડામાં ઇકો નં. જીજે 01 આરએફ 8614ને લઈને ગયા હતા. જેઓ સાંજે આડાખોખરા નજીકથી પસાર થતા હતા તે સમયે રાહુલભાઇએ ઇકોના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ઇકો રસ્તા નજીક ખાડામાં પલટી જતાં ચાલક રાહુલભાઇ અને કિરણભાઈ પ્રધાનજી ઠાકોરને ઈજાઓ પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રાહુલભાઇ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું.