સાબરકાંઠા SOGએ ગાંજાની હેરાફેરી કરતા વ્યકિતને 8 લાખના મુદ્દામાલ સાથે બાતમીના આધારે ઝડપી પાડયો છે.પ્રાંતિજના હાજીપુરથી આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે,આરોપી છેલ્લા કેટલાય સમયથી ગાંજાની હેરાફેરી કરતો હતો અને પોલીસને બાતમી મળતા તેને ઝડપી લેવામાં આવ્યો છે.નેશનલ હાઈવે પર આ આરોપી માદક દ્રવ્યોની હેરાફેરી કરતો હશે તેવું પોલીસને અનુમાન છે.
હાઈવે પર કરતા ગાંજાની હેરાફેરી
સાબરકાંઠા એસઓજીને માહિતી મળી હતી કે એક વ્યકિત હાઈવે પર ગાંજાની હેરાફેરી કરી રહ્યો છે અને આસપાસના ગામડાના યુવાનો તેની પાસેથી ગાંજો ખરીદી રહ્યાં છે ત્યારે પોલીસે બાતમીના આધારે તે વ્યકિતની ધરપકડ કરી હતી,મહત્વનું છે કે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે એટલે વધુ કોઈ માહિતી પોલીસે આપી નથી,આરોપી કયાંથી ગાંજો લાવતો હતો અને કોને આપતો હકો તે દિશામાં પોલીસની તપાસ ચાલુ છે.રાજસ્થાન તરફથી આરોપી ગાંજો લાવતો હોય અને ગુજરાતમાં તેનું વેચાણ કરતો હોઈ શકે તેવી પોલીસને આશંકા છે.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.
નવસારીમાં ગાંજાની ખેતી કરનારા ખેડૂતની ધરપકડ
આટ ગામથી અંજલ માછીવાડ જતા માર્ગ પર સૈનિકો મેટલ વર્ક કારખાનાની પાછળના ભાગે ગાંજાની ખેતી થઈ રહી હોવાની માહિતી નવસારી જિલ્લા SOG પોલીસને મળી હતી. જેના આધાર પર રેડ કરતા 8 જેટલા છોડ મળી આવ્યા હતા અને ખેતી કરનાર ખેડૂત સંદીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે. SOG પોલીસે કારખાના પાછળથી રુ. 37,740 નો ગાંજો પકડી પાડ્યો છે.