સાબરકાંઠામાં ભારે વરસાદને પગલે ઈડરનું રાણી તળાવ છલકાયું છે. ઈડરના નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તળાવની સુંદરતા નિહાળવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે.
જિલ્લામાં વ્યાપક વરસાદને પગલે તળાવ છલોછલ
સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય તળાવ પૈકીનું રાણી તળાવ થયું છલોછલ ભરાઈ ગયું છે. રાણી તળાવ ભરાવાના પગલે ભૂગર્ભ જળ ઉપર આવશે. રાણી તળાવ ભરાયાના પગલે ખેડૂત જગતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વ્યાપક વરસાદના પગલે અન્ય તળાવ સહિત નદીઓમાં પણ પાણીની આવક થઈ છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે બીજી તરફ જળાશયોમાં પાણીની આવકનું પ્રમાણ પણ ઓછુ થયું છે તો ડુંગરાઓ લીલાછમ થયા છે તો નદી, નાળા, તળાવ અને ચેકડેમો ભરાઈ જતા પક્ષીઓનો કલરવ સંભળાય છે તો કુદરત સોળે કળાએ ખીલ્યું છે ત્યારે પ્રવાસીઓનું આકર્ષણ પણ વધી રહ્યું છે.
ઈડરમાં 18 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો
ઇડરનું રાણી તળાવ જે આ વર્ષે સારા વરસાદને લઈને છલોછલ ભરાયું છે. ઇડરમાં ચોમાસાની સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેને લઈને ઇડર ગઢ પર ઝરણાઓ જીવંત થયા છે તો રાણી તળાવ પણ ભરાયું છે અંદાજીત પાંચ વર્ષ બાદ ભરાયું છે. જેને લઈને 15થી વધુ ગામોને ફાયદો થશે તો ઓવરફ્લો થવાને લઈને પાણી ડેભોલ નદીમાં જાય છે એટલે નદી કિનારાના ગામોને પણ બોર, કુવાના તળ ઊંચા આવશે. અંદાજીત 20 વર્ષ પહેલા સરકારી અધિકારીએ અંગત રસ લઈને રાણી તળાવનું બાંધકામ કરાયું હતું. જેને લઈને સ્થાનિકોની સાથે આજુબાજુના ગામડાને પણ ફાયદો થઈ રહ્યો છે. તો બીજી તરફ તળાવ ભરાઈ જતા હવે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો છલકાયેલું રાણી તળાવ અહીંથી પસાર થતા પ્રવાસીઓને બે ઘડી રોકાણ કરવા મજબુર કરે છે. અને ખાસ તો સોશીયલ મીડિયાનો ક્રેઝ વધ્યો છે અને એમાં પણ રીલ્સનું ચલણ વધુ છે ત્યારે રીલ્સ પોઈન્ટ પણ બન્યું છે રાણી તળાવ તો અહીં રોકાતો પ્રવાસી ફોટો ક્લિક કરવાનું નથી ભૂલતો એ પણ રાણી તળાવનો અને રાણી તળાવ સાથે પોતાનો પણ ફોટો ક્લિક કરે છે. તો પ્રવાસીઓ કહે છે. વાહ ક્યાં સીન હૈ.