Sabarkanthaના પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ

HomeHimatnagarSabarkanthaના પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

આદિવાસી સમાજ વધુ ઉન્નતી પામે અને વિકાસ થાય તેવા પ્રયત્નો : હર્ષ-સંઘવી

સંતરામપુરમાં ગૃહરાજ્ય મંત્રીની હાજરીમાં આદિવાસી દિવસની ઉજવણીમાનગઢ હત્યાકાંડના શહીદોને શ્રાદ્ધાંજલિ આપતા ગોવિંદ ગુરુને નમન કર્યા સંતરામપુર ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કરાયુ હતું વિશ્વભરમાં ભારત...

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે ગાંધીનગરના સેકટર 21 પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.ગજેન્દ્ર પરમાર સામે દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાકધમકીના આરોપ લાગ્યા છે.સાથે સાથે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પોલીસે નોધી દુષ્કર્મની ફરિયાદ.ગાંધીનગર સ્થિતિ ધારાસભ્ય કવાટર્સમા મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી હતી જેને લઈ ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી હતી અને ફરિયાદ નોંધવા આદેશ આપ્યો હતો.

દુષ્કર્મના કેસમાં નોંધાઈ ફરિયાદ

પ્રાંતિજના ધારાસભ્યએ એક મહિલા સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી હતી,આ વાત જુની છે પરંતુ મહિલાએ આ વાતને લઈ અનેક વાર પોલીસને અરજી કરી હતી પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી અને તે મહિલા હાઈકોર્ટના દ્રારે પહોંચી હતી,હાઈકોર્ટે પણ આ વાતને લઈ પોલીસને ટકોર કરી હતી તેમ છત્તાં ફરિયાદ નોંધાઈ ન હતી.ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન પોલીસનો ઉધડો લીધો હતો અને નારાજગી વ્યકત કરી હતી.

21 ઓક્ટોબર પહેલા ફરિયાદ નોંધવાના આપ્યા હતા નિર્દેશ

હાઇકોર્ટની નારાજગી બાદ એડવોકેટ જનરલે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ એફઆઇઆર નોંધવાની તૈયારી દર્શાવી હતી. એડવોકેટ જનરલે 21 ઓક્ટોબર પહેલાં એફઆઇઆર નોંધવા અંગે ખાત્રી આપી હતી.જણાવી દઈએ કે, આગામી સુનાવણી 21 ઓક્ટોબર 2024ના રોજ હાથ ધરવામાં આવશે.

જાણો શું છે સમગ્ર કેસ

અમદાવાદમાં રહેતી મહિલા નવેમ્બર 2020માં તેની દીકરી સાથે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય વ્યક્તિ સાથે કારમાં જૈસલમેર ફરવા માટે ગઈ હતી. ત્યારે મહિલાની સગીર દીકરી સાથે ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય બે વ્યક્તિઓએ શારિરીક છેડછાડ કરી હતી. જે બાબતને લઇને તકરાર થતા તે અમદાવાદ પરત આવી ગઇ હતી. જે અંગે અમદાવાદ પોલીસમાં ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ન થતા મહિલાએ તે સમયે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. શિરોહી કોર્ટમાં પોક્સોની ફરિયાદ માટેની અરજી દાખલ થતા ગુનો નોંધાયો હતો.

પોલીસે ત્રણ વર્ષ સુધી ના નોંધી પોલીસ ફરિયાદ

પીડિત મહિલા દ્વારા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ દુષ્કર્મ સહિતના ગંભીર આક્ષેપો કરતી અરજી વર્ષ 2021માં ગાંધીનગર પોલીસમથકમાં કરાઈ હતી. જેમાં એફઆઇઆર દાખલ કરવા પોલીસને વિનંતી કરી હતી, પરંતુ પોલીસે ત્રણ વર્ષ સુધી પીડિતાની ફરિયાદ જ નોંધી ન હતી. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon