- યુવકના મોત પર પરિવારજનોનો હોસ્પિટલમાં હોબાળો
- મૃતકના પરિવારજનોએ ડોક્ટર પર લગાવ્યા આક્ષેપ
- ડોક્ટરની લાપરવાહીને કારણે મોત થયાનો આક્ષેપ
સાબરકાંઠાના ઈડરમાં આવેલી પાશ્વ હોસ્પિટલમાં એક યુવકનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે.ડોકટરની લાપરવાહીના કારણે મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે,તો હોસ્પિટલમાં હોબાળો મચાવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.
લાંબડિયા ગામનો યુવક અકસ્માતમાં થયો હતો ઈજાગ્રસ્ત
સાબરકાંઠાના લાંબડિયા ગામનો યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યારે આજે સારવાર દરમિયાન અચાનક તેનું મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રવર્તી હતી,પરિવારજનોનો આક્ષેપ છે કે,ડોકટરની બેદરકારીના કારણે તેનુ મોત થયુ છે.તો હોસ્પિટલમાં પરિવારજનોના ટોળેટોળા ઉમટતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.
પોલીસ નોંધી શકે છે ગુનો
સમગ્ર ઘટનાને લઈ પોલીસે પરિવારજનો તેમજ ડોકટર સાથે ચર્ચા કરી છે,પોલીસની સમજાવટ બાદ પણ પરિવાર મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યો છે,પરિવારજનો એક જ વાત પર અટકયા છે કે,ડોકટરની બેદરકારીથી મોત થયું છે.યુવક છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો.અને અચાનક મોત થયું છે,પોલીસ સૂત્રો તરફથી વાત કરીએ તો તેમનું કહેવું છે કે જો હોસ્પિટલની ભુલ હશે તો તેની સામે પણ ગુનો નોંધાઈ શકે છે.