RRC SCR Sportsquota Recruitment 2025, રેલવેમાં ભરતી : રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા બતાવ્યા પછી સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે રેલવેમાં નવી ભરતી આવી છે. રેલવે ભરતી સેલે (RRC) દક્ષિણ મધ્ય રેલવેમાં રમતગમત ક્વોટા હેઠળ ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં અરજી પ્રક્રિયા 4 જાન્યુઆરીથી સત્તાવાર વેબસાઇટ scr.indianrailways.gov.in પર શરુ થઇ ગઇ છે. રેલવે સ્પોર્ટ્સપર્સનની આ ભરતી માટે ઉમેદવારો છેલ્લી તારીખ 03 ફેબ્રુઆરી 2025 સુધી અરજી કરી શકે છે.
ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, એપ્લિકેશન મોડ સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
વેકેન્સી ડિટેલ
કેટેગરી A માં ઓલિમ્પિક ગેમ્સ (સિનિયર)નો સમાવેશ થાય છે, કેટેગરી B માં વર્લ્ડ કપ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, યુથ ઓલિમ્પિક્સ, ડેવિસ કપ, થોમસ/ઉબેર કપનો સમાવેશ થાય છે. કેટેગરી સી માં કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, એશિયન ચેમ્પિયનશિપ/એશિયા કપ, સાઉથ એશિયન ફેડરેશન ગેમ્સ, UCIC, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સનો સમાવેશ થાય છે. ઉમેદવારો ભરતીની સત્તાવાર સૂચનામાંથી તેની વિગતો વિગતવાર ચકાસી શકે છે.
ઉમેદવારોની યોગ્યતા
રેલ્વે સ્પોર્ટ્સપર્સનની આ ભરતીમાં જોડાવા માટે, ઉમેદવારો પાસે માન્ય બોર્ડમાંથી 10મું પાસ અથવા ITI અથવા તેની સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે. ગ્રેડ પે 1800 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે 12 પાસ લાયકાત ગ્રેડ પે માટે 1900/2000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ઉપરાંત, ઉમેદવારો પાસે રમતગમત સંબંધિત લાયકાત પણ હોવી આવશ્યક છે. ઉમેદવારોએ શ્રેણી A, B, C આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ/ઇવેન્ટ્સમાં ભાગ લીધો હોવો જોઈએ.
આ પણ વાંચો – રેલવેમાં નોકરીની તક, અરજી પ્રક્રિયા શરુ, જાણો અંતિમ તારીખ સહિત બધી જ વિગતો
વય મર્યાદા
આ રેલવે ભરતીમાં જોડાવા માટે ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. એટલે કે ઉમેદવારોનો જન્મ 2 જાન્યુઆરી 2000 પહેલા અને 1 ન્યુઆરી 2007 પછી ન હોવો જોઈએ. ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી 2025 ના આધારે ગણવામાં આવશે.
અરજી ફી
આ ભરતી માટે અરજી કરતી વખતે મેદવારોએ 500 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST/મહિલા/લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા છે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ, દસ્તાવેજ ચકાસણી અને રમત પ્રદર્શન ટ્રાયલના આધારે કરવામાં આવશે.આ રેલવે ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે ઉમેદવારો RRC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
પગાર
આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને જેતે પોસ્ટને ધ્યાનમાં રાખીને ધારાધોરણ પ્રમાણે પગાર મળશે.