સુરતના સલાબતપુરા વિસ્તારના સિક્યોરિટી એજન્સીના માલિકનું અપહરણ કરી ઘાતકી હત્યા કરનાર વિશ્વાસુ રિક્ષાચાલક અને તેના પિતરાઈ ભાઈને પોલીસે બિહારના આરાથી ઝડપી પાડ્યો છે. બંનેને ટ્રાન્ઝિસ્ટ પર સુરત લાવવામાં આવી રહ્યા છે. જોકે, હત્યા કેમ કરવામાં આવી તે રહસ્ય
.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિક્યોરિટી એજન્સીના માલિકની અપહરણ બાદ હત્યા કરી કમરના ભાગેથી શરીરના બે ટુકડા કરી અલગ અલગ પોટલામાં ફેંકી દીધા હતા. હત્યા બાદ ત્રણ કરોડની ખંડણી પણ માગી હતી. જેથી આ અપહરણનો કેસ હોવાનું ઊભું કરી ભાગી જવામાં સફળ રહ્યા હતા.
અનિલકુમારે ચંદ્રભાનને કોલ કરતા ફોન બંધ આવતો હતો ડિંડોલી વિસ્તારમાં આવેલી અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા અનિલ માતાપ્રસાદ દુબે (ઉ.વ. 55, મૂળ સુલતાનપુર, યુપી) દુબે સિક્યોરિટી એજન્સીના માલિક હતા. સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. ગત તા. 12 મેની રાત્રે 10 વાગ્યા સુધી ચંદ્રભાન થરે ઘરે નહીં પહોંચતા મોટાભાઈ અનિલકુમારે ચંદ્રભાનને કોલ કર્યો હતો. જોકે, ફોન બંધ આવતો હતો. ત્યાર બાદ ઓફિસ પર કામ કરતા રાશીદ અન્સારીને કોલ કર્યો હતો. રાશીદે અનિલકુમારને જણાવ્યું હતું કે, રિંગરોડ સ્થિત ઓફિસેથી સાંજના સાડા 5 વાગ્યે ચંદ્રભાનને લઈ રિક્ષામાં પાંડેસરા CETP પ્લાન્ટમાં ગાર્ડને પગાર કરવા ગયા હતા.

અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી ત્યાર બાદ ત્યાંથી આભવા ખાતે શ્રી શ્રી રવિશંકર વિદ્યાલય ગયા હતા અને ત્યાંથી સચિન હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે કોલ આવતા ચંદ્રભાન આભવા ચોકડી, સીબી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ઉતરી ગયા હતા અને રોડ સાઇડે ઉભેલી સફેદ કારમાં બેસી સચિન તરફ ચાલ્યા ગયા હતા. રાશીદ અન્સારીની આ વાતને પગલે આખી રાત શોધખોળ કર્યા બાદ ગત 13 મેના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
બે ટુકડા કરી બે કોથળામાં ફેંકી દેવાયેલી લાશ મળી હતી ચંદ્રભાન માતાપ્રસાદ દુબેનું અપહરણ કરી ખંડણી પેટે 3 કરોડની માગણી કરતા મેસેજ પરિવારજનો ઉપર આવ્યા બાદ ભેદી સંજોગોમાં લિંબાયતની મીઠી ખાડીમાંથી કમરથી બે ટુકડા કરી બે કોથળામાં ફેંકી દેવાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની મદદથી કોથળા બહાર કાઢ્યા હતા. જેમાં ચંદ્રભાનની બે ટુકડામાં લાશ મળી આવી હતી. ચંદ્રભાન સ્ટાફનો પગાર કરવા માટે 3 લાખ લઇને રિક્ષાચાલક રાશીદ સાથે નીકળ્યો હતો. 2 લાખ ચૂકવી દીધા હતા અને બાકીના 1 લાખ ગાયબ હતા.

આરોપી રિક્ષાચાલક રાશીદ અન્સારી અને પિતરાઈ ભાઈ મન્સુરી અન્સારી
આરોપી રિક્ષાચાલક સતત પોલીસને મીસ ગાઇડ કરતો હતો અલથાણ પોલીસે અપહરણ અને લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રાશિદ જે કારનું કહેતો હતો તેવી કોઇ સફેદ કાર હોવાનું જણાઈ આવ્યું નહીં. દરમિયાન રિક્ષાચાલક રાશીદ અન્સારી સતત પોલીસને મીસ ગાઇડ કરતો હતો. બાદમાં આ બાબતે રાશીદની રિક્ષા ટ્રેસ કરતા ચંદ્રભાન માતાપ્રસાદ દુબે રિક્ષાચાલક સાથે ભીંડી બજાર ઊન પાટીયા ખાતે તેના ઘરની ગલીમાં જતા દેખાઇ આવ્યો હતો. જે બાબતે તપાસ કરતા ગલીમાં કોઇ પ્રોપર સીસીટીવી કેમેરા નહીં મળતા આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.
રાશીદ બે પોટલા એક્ટિવા પર લઈ જતો દેખાયો હતો ચંદ્રભાન, રાશીદ અને અન્ય એક શખસ રાશીદના ઘરની સામેના મન્સુર અન્સારીના ઘરમાં જતા જોવા મળ્યો હતો. બાદમાં રાશીદ અન્સારી અને મન્સુર અન્સારી પરત આવતા દેખાય છે, પરંતુ ચંદ્રભાન પરત આવતો જોવા મળ્યો ન હતો. પોલીસ દ્વારા વધુ કેમેરા ચેક કરતા જાણવા મળ્યું હતું કે, તા. 13 મે 2025ની સવારે આશરે 7 વાગ્યા આસપાસ રાશીદ અન્સારી એક એક્ટિવા પર બે મોટા પોટલા મુકી કોઇ જગ્યાએ જતો દેખાઈ આવ્યો હતો.

વોટ્સએપ મેસેજ કરી રૂપિયા 3 કરોડની માંગણી કરી હતી આ દરમિયાન ચંદ્રભાનના મોબાઈલ પરથી તેમના ભત્રીજાને વોટ્સએપ મેસેજ કરી રૂપિયા 3 કરોડની માંગણી કરી રૂપિયા 10 લાખ તાત્કાલિક ગુગલ પે કરવાનું જણાવ્યું હતું. પરંતુ આ પહેલાં રાત્રે ચંદ્રભાનની હત્યા કરી નાખી હતી. બે દિવસ ચંદ્રભાનના પરિવાર સાથે રહી શોધખોળ પણ રાશીદ કરાવતો હતો. જોકે, ત્યાર બાદ રાશીદ ભાગી ગયો હતો. જે બાબતે CCTV કેમેરાથી રૂટ ટ્રેસ કરતા આશરે ત્યાંથી 5 કિમી દૂર લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મીઠી ખાડીમાં રાશીદ અન્સારી બે પોટલા નાખતો જોવા મળ્યો હતો.
પોલીસે બિહારમાંથી બંને આરોપીને ઝડપી પાડ્યા ડીસીપી વિજય ગુર્જરની સૂચના મુજબ અલથાણ પીઆઇ ડી.ડી ચૌહાણે બે ટીમને બિહારના આરા જિલ્લાના જગદીશપુર ખાતે રવાના કરી હતી. ત્યારે બંનેનું પોલીસે પંગેરું મેળવીને ચંદ્રભાન દુબેની હત્યા કરનાર રિક્ષાચાલક રાશીદ અન્સારી અને તેનો પિતરાઈ ભાઈ મન્સુર અન્સારીને જગદીશપુરા પંથકમાંથી પકડી પાડ્યા છે. બંનેને મેડિકલ કામગીરી પછી કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે સુરત લાવવામાં આવી રહ્યા છે.

ચંદ્રભાન દર માસે લાખો રૂપિયાનો પગાર ચુકવતો હતો દુબે સિક્યોરિટી એજન્સીના કોન્ટ્રાક્ટર ખાનગી કંપનીઓ, સોસાયટીઓ, એપાર્ટમેન્ટ સહિત કાપડની મિલ અને સ્કૂલમાં સિક્યોરિટી ગાર્ડ પૂરા પાડતા ચંદ્રભાનની અંડર આશરે 900 કરતા વધુનો સ્ટાફ હતો. સિક્યોરિટી ગાર્ડ, સુપરવાઇઝર અને ગનમેન સહિતને દર માસે લાખો રૂપિયાનો પગાર ચૂકવતા હોવાનું જાણવા મળ્યું છે. કોન્ટ્રાક્ટર ચંદ્રભાનના બેંકના રોજિંદા વ્યવહાર અંગે રિક્ષાચાલક રાશીદ અને મન્સુરી વાકેફ હતા.
કયા કારણસર હત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે નાણાકીય વ્યવહાર કરતા રાશીદ અને તેના પિતરાઈ ભાઈ મન્સુરી ઊન ખાતેના તેના રૂમમાં લઈ જઈ ચંદ્રભાન દુબેને મોટને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યા લૂંટ કે બીજા અન્ય કોઈ કારણસર કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ચકચારી ઘટનામાં બંનેની પૂછપરછ બાદ સચોટ કારણ બહાર આવશે. જોકે, હાલ રૂપિયા બાબતે હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા ચંદ્રભાનના બંને ફોનની કોલ ડિટેઈલ મંગાવાઈ રિક્ષાચાલક રાશીદ અન્સારી પાસેથી ચંદ્રભાનના બે મોબાઈલ અલથાણ પોલીસે કબજે કર્યા છે. આ બંને મોબાઈલના આધારે અનેક રહસ્યો બહાર આવે તેવી શક્યતા રહેલી છે. કારણ કે, ચંદ્રભાન દ્વારા ચલાવવામાં આવતી સિક્યોરિટી એજન્સીમાં કોની સાથે કેવા વ્યવહારો હતા, છેલ્લે કોની સાથે વાત કરી તે સહિતની બાબતોની ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવશે. તેના માટે પોલીસ દ્વારા બંને મોબાઈલની કોલ ડિટેઇલ મંગાવીને છેલ્લા એક સપ્તાહમાં કોની સાથે વાતચીત થઇ તે આધારે હત્યાનો ભેદ ઉકેલાય તેવી હાલ શક્યતા જોવાઇ રહી છે.
[ad_1]
Source link