Realme 14X 5G : ધૂમ મચાવવા આવી ગયો 6000mAh મોટી બેટરી અને 50MP કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો કિંમત

HomeLatest NewsRealme 14X 5G : ધૂમ મચાવવા આવી ગયો 6000mAh મોટી બેટરી અને...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Realme 14X 5G Launched : રિયલમીએ આખરે ભારતમાં પોતાના લેટેસ્ટ રિયલમી 14 સીરિઝ પરથી પડદો ઉંચકી દીધો છે. Realme 14X 5G કંપનીનો નવો સ્માર્ટફોન છે અને તેમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર, 10GB સુધી ડાયનેમિક રેમ સપોર્ટ, 6000mAhની મોટી બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. રિયલમીનો આ નવો હેન્ડસેટ 50 એમપીના પ્રાઇમરી રિયર કેમેરા સાથે આવે છે. જાણો રિયલમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Realme 14X 5G ફિચર્સ

Realme 14X 5Gમાં 6.67 ઇંચ (720×1604 પિક્સલ) એચડી+ આઇપીએસ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ફોનમાં ઓક્ટા કોર મીડિયાટેક ડાઇમેંસિટી 6300 6એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં ગ્રાફિક્સ માટે આર્મ માલી-જી57 આપવામાં આવ્યું છે.

આ રિયલમી સ્માર્ટફોનમાં 6GB/8GB રેમ સાથે 128 GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2 ટીબી સુધી વધારી શકાય છે. ફોન હાઇબ્રિડ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. રિયલમીનો આ ફોન એન્ડ્રોઇડ 14 બેસ્ડ રિયલમી યુઆઇ 5.0 સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ/1.8 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો છે, જે એલઇડી ફ્લેશ સાથે આવે છે. ફોનમાં 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

Realme 14X 5Gમાં અલ્ટ્રા લિનિયર બોટમ પોર્ટેડ સ્પીકર છે. ડિવાઇસનું ડાઇમેંશન 165.6 x 76.1 x 7.94 મીમી અને વજન 197 ગ્રામ છે. ફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ (IP68 + IP69) રેટિંગ સાથે આવે છે. તેમાં મિલિટરી-ગ્રેડ ડેયુરેબિલીટી માટે એમઆઇએલ-એસટીડી 810એચ સર્ટિફિકેશન મળે છે.

આ પણ વાંચો –  વનપ્લસ 13 સીરીઝ પરથી 7 જાન્યુઆરીએ ઉઠશે પડદો, જાણો શું છે ફિચર્સ

લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોનને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ હેન્ડસેટમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3, જીપીએસ, યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Realme 14X 5G કિંમત

Realme 14X 5G સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે. આ ફોન ક્રિસ્ટલ બ્લેક, ગોલ્ડન ગ્લો અને જ્વેલ રેડ કલરમાં આવે છે. આ ફોનને ફ્લિપકાર્ટ, રિયલમી ઇન્ડિયા વેબસાઇટ અને ઓફલાઇન રિટેલ સ્ટોર પરથી ખરીદી શકાય છે.

લોન્ચ ઓફર અંતર્ગત તમામ બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન દ્વારા ફોન ખરીદવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. હેન્ડસેટને રિયલમીની વેબસાઇટ અને ઓફલાઇન સ્ટોર પરથી ખરીદવા પર એક વર્ષની વધારાની વોરંટી પણ મળશે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon