રાણપુર તાલુકામાં પ્રથમ ક્લસ્ટરમાં સમાવિષ્ટ 12 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ જાળીલા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. રાજ્યના છેવાડાના માણસોની સમસ્યાઓનું સ્થળ ઉપર જ નિવારણ થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમમાં 13 વિભાગોની 53 વિવિધ પ્રકારની સેવાઓનો લાભ લોકોને આપવામાં આવી રહ્યો છે.
જેમાં મુખ્યત્વે સેવાઓમાં રેશનકાર્ડ, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્રો, દિવ્યાંગતા પ્રમાણપત્ર, મેડીસીન સેવાઓ, કિશાન ક્રેડીટ કાર્ડ, મિલકત આકારણીનો ઉતારો, આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન સહાય, જેવી સેવાઓ સ્થળ પર જ મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે તે વિભાગના અધિકારી કર્મચારીઓ સ્થળ પર હાજર રહીને આ સેવાનો લાભ લોકોને આપ્યો હતો. કાર્યક્રમમાં મયુરભાઈ પટેલ, ભરતસિંગ ડોડિયા, ઘનશ્યામભાઈ માણસુરિયા, મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.