નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના વેલછંડીના જે. કે. ફ્રુટ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નિકાસલક્ષી કેળ ઉત્પાદન પરીસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
ફ્ળ સંશોધન કેન્દ્ર ગણદેવીના વિષય નિષ્ણાંત ડો. એ. પી. પટેલે જણાવ્યું કે, કેળ એક્સપોર્ટ સંદર્ભ તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ મેક્રોપ્રપોગેશન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ કેળના રોપાની નવી તકનીક સમજાવીને ખેડૂત ઓછા ખર્ચે જાતે જ રોપાઓ બનાવી શકે તે માટે ખેડૂતોને સમજણ પુરી પાડીને આધુનિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. સાથે ડો.પી.ડી.સોલંકી દ્વારા આધુનિક ફ્રુટ અનાનસ ખેતી પદ્ધતી અને નવીનતમ ફ્ળપાકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. પ્રગતિશીલ ખેડૂત ઉપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા એક એકરમાં 16 એકરમાં પાઈનેપલનું વાવેતર કર્યું છે. જે રોપા ખાસ પશ્ચિમ બંગાળથી મંગાવવામાં આવ્યા છે, તે અંગે ખેડૂતોને ખેતી પદ્ધતિ વિશે જાણકારી આપીને બાગાયતી પાકો અંગે પ્રોત્સાહિત કરવા ખેતર મુલાકાત પણ કરાવી હતી.