- ભંગારની દુકાનમાં જોવા મળી સરકારી સાયકલો
- ભંગારના ગોડાઉન માલિકની પોલીસે કરી પૂછપરછ
- સરકારી યોજનાની સાયકલો ભંગારના ગોડાઉનમાં
રાજપીપળામાં વિદ્યાર્થીઓના હક્કની સાયકલો ભંગાર ભેગી થઇ છે. જેમાં ભંગારની દુકાનમાં સરકારી સાયકલો જોવા મળી છે. ભંગારના ગોડાઉન માલિકની પોલીસે પૂછપરછ કરી છે. તેમજ પોલીસે સાયકલોનો જથ્થો જપ્ત કર્યો છે. જરુરિયાતમંદ વિદ્યાર્થીનીઓને સાયકલો આપવાની હતી. સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ અપાય છે.
સરકારી યોજનાની સાયકલો ભંગારના ગોડાઉનમાં પહોચી
નર્મદાના રાજપીપળાની શાળાઓમાંથી સરકારી યોજનાની સાયકલો ભંગારના ગોડાઉનમાં પહોચી ગઈ છે. નર્મદા જિલ્લામાં કૌભાંડ ઝડપી પાડ્યુ છે. રાજપીપળા ટાઉન પી.આઈ ડોડીયા પોલીસ સ્ટાફ સાથે ભંગારના ગોડાઉન પર આવી સાયકલોના જથ્થા સહિત ભંગારના ગોડાઉન માલિકને પોલીસ મથકે લઈ ગયા હતા. ગુજરાત સરકાર ગરીબ વિદ્યાર્થીનીઓને સરસ્વતિ સાધના યોજના હેઠળ આપવા માટેની સાયકલો ભંગારમાં ગઈ છે. શાળાની જવાબદારી એટલી જ હોય છે કે જરૂરીયાતમંદ ગરીબ વિદ્યાર્થીનીઓને એ સાયકલો આપવી. પરંતુ રાજપીપળાના ભંગારના એક ગોડાઉનમાં સરસ્વતિ સાધના યોજનાની એ સાયકલોનો પહોચી છે. જેમાં કેટલીય સાઈકલોના તો ઉપર પરથી પ્લાસ્ટિક પણ ઉતરેલા નથી.
વડોદરાના સાવલીમાં સાયકલ ધૂળ ખાઈ રહી છે
ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સહાય યોજના અંતર્ગત ધોરણ 9 થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે. ત્યારે સરસ્વતી સહાય યોજના અંતર્ગત જે સાયકલો વિદ્યાર્થીનીઓને વિતરણ કરવાની હતી તે ઘૂળ ખાઈ રહી છે. વડોદરાના સાવલીમાં સાયકલ ધૂળ ખાઈ રહી છે. આશરે 900 સાયકલો પર 2023નું વર્ષ લખેલું છે. મળતી માહિતી અનુસાર છેલ્લા બે વર્ષથી આ યોજના હેઠળ સમગ્ર સાવલી તાલુકાની ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું નથી. અધિકારીઓની મનમાની અને જોહુકમીનો વરવો કિસ્સો સામે આવ્યો છે. સરકારના પરિપત્ર અને આદેશને ધોળીને પીજનારા જવાબદારો સામે ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્ય ડૉ. પ્યારેસાહેબ રાઠોડે યોગ્ય કાર્યવાહી અને જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.