- મહિલા સાથેના અનૈતિક સંબંધોની શંકાએ યુવાનની હત્યા કરી હતી
- નર્મદા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી કરી
- તા. 9 જુલાઈના સાંજે મરણ જનાર મિતેષ તડવી પોતાના ઘરે આવી જ્યોત્સનાબેન સાથે બેઠો હતો
નાંદોદ તાલુકાના ગુવાર ગામે અનડીટેક્ટ ગુન્હાઓમાં તા.10 જુલાઈના રોજ ગુવાર ગામની સીમમાં થયેલા હત્યાનો બનાવ વણશોધાયેલો હતો. જે ગુનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા હતા.
બનાવની વિગત તા.9 જુલાઈના રોજ ગુવાર ગામના ભીખાભાઇ મનાભાઇ તડવીના પુત્ર મિતેશ ભીખાભાઇ તડવી (ઉ.વ.30) રહે.ગુવાર પાસેના લાછરસ ગામે વાળ કટીંગ કરાવવા માટે ગયો હતો અને ત્યારબાદ મોડી રાત સુધી પોતાના ઘરે નહી આવતાં શોધખોળ કરતા મળી આવ્યો ન હતો. તા.10 જુલાઈના રોજ લાછરસ ગામથી ચુડેલ માતા મંદિર ટોક્યા પીપળાથી ગુવાર ગામ તરફ્ જવાના રસ્તાની બાજુમાં મિતેશની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
નર્મદા અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા રાજપીપળા પોલીસ ટીમ દ્વારા લાછરસ, ગુવાર, તરસાલ, માંગરોળ, ટંકારી, થરી તથા કરાઠા ગામની સીમમાં રહેતા શંકાસ્પદ ઇસમો તથા પરપ્રાંતીય મજુરોની સધન પૂછપરછ કરવામાં આવી હતી. ખાનગી રાહે ચોક્કસ બાતમી આધારે ઇશ્વર ઉફે ગુલો રમણભાઇ તડવી હાલ રહે. લાછરસ મુળ રહે. ગુવારની આ ગુના બાબતે પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા તેમજ નયનેશ ગોપાલભાઈ તડવી રહે, લાછરસ તથા જોશનાબેન ચન્દ્રકાંત સોમાભાઇ તડવી રહે. થુવાવી હાલ રહે, લાછરસની પણ પુછપરછ કરી હતી.
જે બાદ શકમંદ ઇસમોને પુછપરછ કરતા આ હત્યા આરોપી ઇશ્વર ઉફે ગુલાએ કરેલી હોવાની હકીકત જણાવતો હતો. જેની વધારે પૂછપરછ કરતા મૃતકના કાકા વિક્રમભાઇ મનાભાઈ તડવી રહે, ગુવારની પત્નિ સાથે આરોપીને અગાઉ આડા સબંધ હતા. ઇશ્વર ઉફે ગુલો અપરણિત હતો અને લાછરસ ગામે રહેતો હતો.
લાછરસ ગામની જ્યોત્સનાબેન જેના લગ્ન ચન્દ્રકાંત સોમા તડવી રહે. થુવાવી ટીમ્બી ફળિયું તા.ડભોઇ સાથે થયા હતા. અને જ્યોત્સનાબેનના પતિનું પંદરેક વર્ષ પહેલાં મરણ જતા પોતે લાછરસ ગામે રહેવા આવેલા હતા. અને આરોપી સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સબંધ થતાં આશરે બે વર્ષથી બન્ને સજનબેનના બીજા મકાનમાં લાછરસ ખાતે રહેતા હતા. તા. 9 જુલાઈના સાંજે મરણ જનાર મિતેષ તડવી પોતાના ઘરે આવી જ્યોત્સનાબેન સાથે બેઠો હતો. જે બાબતે ઇશ્વર ઉફે ગુલાને શંકા જતા પોતાના મિત્ર નયનેશ તડવીને ફેન કરી પોતાના ઘરે બોલાવી ઘરેથી મિતેષને તેના ઘરે ગુવાર ગામે મુકવા જવાનું બહાનું બનાવી મિતેષને મુકવા માટે નીકળ્યા હતા. અને ગુવાર તરફ્ જવાના રસ્તે કેનાલ નજીક મોટર સાયકલ ઉભી રખાવી મિતેષને નીચે ઉતારી ધારીયું માથાના ભાગે તથા છાતીના ભાગે મારી બન્ને જણ ત્યાંથી પોતાના ઘરે આવી ગયા હતા. નયનેશ ઉફે કાભઇની પુછપરછ કરતાં પોતે પણ ગુનો કરેલાની કબુલાત કરતાં હોવાની હકીકત જણાવી હતી.