દેશમાં વાયુ પ્રદૂષણના ખતરનાક સ્તરમાં રાજકોટની રામાપીર-માધાપર ચોકડીના વિસ્તારની સમાવેશ થયો છે. એશિયામાં સૌથી વધુ વાયુ પ્રદુષણ પાકિસ્તાનના લાહોરમાં 566 અને તે પછી રાજકોટની રામાપીર-માધાપર ચોકડીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 500 આસપાસ પહોચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
મહાપાલિકાના અધિકુત એર ક્વોલિટી ઈન્ડેક્સના આંકડા મુજબ શહેરમાં ર0 જેટલા વિસ્તારમાં વાયુ પ્રદૂષણને માપવા મુકવામાં આવેલ મશીનમાં 10 વિસ્તારમાં વાયુ પ્રદુષણને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ડિલક્સ ચોક, રેસકોર્ષ રીંગ રોડ, આજી ડેમ, એસ.ટી.બસ સ્ટેન્ડ, કાલાવડ રોડ ઉપર સ્મશાન પાસે, જિલ્લા પંચાયત ચોક, અટીકા, રેલ્વે સ્ટેશન, પ્રદ્યુમન પાર્ક અને ત્રિકોણબાગનો સમાવેશ થાય છે.
જ્યારે યલો એલર્ટમાં કોઠારિયા રોડ, જામટાવર, દેવપરા, સોરઠીયા વાડી અને નાનામવા તેમજ ગ્રીન ઝોનમાં મહાપલિકાની ઈસ્ટ ઝોન કચેરી, મહિલા કોલેજ, મોરબી રોડ, ગ્રીન ચોકડીનો સમાવેશ થાય છે.રાજકોટ શહેરમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ રામાપીર ચોકડી આસપાસના વિસ્તારમાં એર ક્વોલીટી ઈન્ડેક્સ 500 પહોચી ગયો છે. દિવાળીના તહેવાર પહેલા એટલે કે, 30 ઓક્ટોબરે આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 327 માપવામાં આવ્યો હતો. તે પછીના માત્ર 9 દિવસમાં 173 એર ક્વોલીટી ઈન્ડેક્સ વધી ગયો છે. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે એર ક્વોલીટી ઈન્ડેકસને 300થી 500ની વચ્ચે સીવીયર ગણવામાં આવે છે. રાજકોટની રામાપીર ચોકડી આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોચી જતા લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. 150 ફૂટ રીંગ રોડ ઉપર સૌથી વધુ વાહનોની અવરજવરથી પ્રદુષણનું સ્તર ભયજનક બન્યું છે.
500 ઈન્ડેકસથી ફેફસા, દમના રોગ થવાની શક્યતા
મહાપાલિકાના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, 500 ઈન્ડેક્સ થવાના કારણે લોકોને ફેફસા અને દમના રોગ તવાની શક્યતા વધુ રહી છે.રાજકોટની માધાપર-રામાપીર ચોકડી આસપાસના વિસ્તારમાં એર ક્વોલીટી ઈન્ડેક્સ 500 સુધી પહોચી જતા આ વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ છે.