Rajkot News: RMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સામે કેમ નોંધાઇ ફરિયાદ?

    0
    5

    રાજકોટ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન જયમીન ઠાકર હાલ ચર્ચાનો વિષય બન્યા છે. તેઓએ PGVCLના એન્જિનિયરોનો ઉઘડો લીધો છે. તેમને લાઇટની અસ્થિરતા મામલે ફટકાર લગાવી છે. રાજકોટ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરે PGVCLના અધિકારીઓનું અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને તેમની વિરુદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્યું છે. PGVCLના એન્જિનિયરો પર રોષ ઠાલવ્યા બાદ તેમની પાસે લખાણ પણ લેવામાં આવ્યુ હતુ.

    સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરનો હોબાળો

    29 મેના રોજ વોર્ડ નંબર-2માં લાઇટ જતા જયમીન ઠાકરે હોબાળો કર્યો હતો. જેને લઇને હવે PGVCL એસોસિએશન જયમીન ઠાકર વિરુદ્ધ મેદાને પડ્યુ છે. તેઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે. અને જણાવ્યુ હતુ કે, તેઓએ PGVCLના એન્જિનિયરોનો ઉધડો લીધો હતો અને લખાણ પણ લીધું હતું. PGVCL એસોસિએશનને વધુમાં જણાવ્યુ હતુ કે, તેઓએ ગેરસંસદીય ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. અને અપમાન કર્યુ હતુ. જયમીન ઠાકરે PGVCLના એન્જિનિયરોને કહ્યુ હતુ કે, હવે લાઇટ ન જવી જોઈએ.

    PGVCLના અધિકારીઓનો આક્ષેપ

    રાજકોટ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન જયમીન ઠાકરના આ વ્યવહારના કારણે સમગ્ર PGVCLની છવી ખરડાઇ હોવાનો આરોપ PGVCLએ લગાવ્યો છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યુ છે કે, જો જયમીન ઠાકર સામે કોઇ પગલા ન લેવામાં આવે તો આગામી દિવસોમાં PGVCL કર્મચારીઓ આંદોલન પર ઉતરી શકે છે. થોડા દિવસ અગાઉ જયમીન ઠાકર વીજ પુરવઠો ખોરવાતા લાલાઘૂમ થયા હતા. અને હોબાળો કર્યો હતો. આ હંગામા દરમિયાન જયમીન ઠાકરે PGVCLના એન્જિનિયરો પાસે બાંહેધરી લીધી હતી કે, હવે વીજ પુરવઠો ખોરવાશે નહીં. 

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here