સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો ક્લાર્ક હિરેન જગદીશ પદવાણી 5 હજારની લાંચ લેતા ઝડપાયો છે. રાજકોટ એસીબીએ છટકું ગોઠવી હિરેનને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે. હિરેને લાંચની રકમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા વિભાગની કચેરીમાં સ્વીકારી હતી.
આ કામના ફરીયાદી પોતે અભ્યાસ કરતા હોય અને પોતાને સેમેસ્ટર-૬નું એટીકેટી માટેનું ફોર્મ ભરવાનું શરત ચૂકથી રહી ગયું હોય જે સેમેસ્ટર-૬નું લેટ ફોર્મ ભરાવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે ગેરકાયદેસર લાંચ રૂ.5,000ની માંગણી કરી હતી.
આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરિયાદના આધારે આજરોજ આક્ષેપીત કચેરી ખાતે ગોઠવાયેલ લાંચના છટકા દરમિયાન આ કામના આક્ષેપીતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂ.૫,૦૦૦ ફરિયાદી પાસેથી માંગી, સ્વીકારી પોતાના રાજ્યસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ઝડપાઈ જઈ ગુનો કર્યો છે.