જસદણ માર્કેટયાર્ડમાં મગફળીને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મગફળી-કપાસની 15થી 20 હજાર ગુણીની આવક નોંધાઈ છે જોકે મગફળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે.
કમોસમી વરસાદ માર બાદ પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જસદણ માર્કેટયાર્ડમાં 20 કિલો મગફળીના માત્ર રૂ.800થી 1180 ભાવ મળ્યા, ઓછા ભાવ મળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો કહી રહ્યા છે કે, પ્રતિમણ 1500-1700ના ભાવ મળે તો પોષાય તેમ છે, મગફળી-કપાસના પૂરતા ભાવ મળે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે મગફળીનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતો નારાજ હાલ 800 થી 1150 સુધીનો ભાવ મળી રહ્યો છે ત્યારે ખેડૂતો હિસાબ લગાવી રહ્યા છે દવા બિયારણ તેમજ મજૂરી નો ખર્ચો ગણવામાં આવે તો ખેડૂતો પાછળ કંઈ જ વધતું નથી એક બાજુ માવઠાનો માર બીજુ બાજુ શિયાળુ પાક ના વાવેતરમાં ખાતરની મહામારી તેમજ હાલ મગફળી નો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો હતોઆગામી 11 નવેમ્બર 160. કેન્દ્રમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે એક ખેડૂત દીઠ 125 મણ ખરીદવામાં આવતી તેમાં વધારો કરી અને 200 મણ સુધી ખરીદવામાં આવશે.
11 નવેમ્બર હિંમતનગરમાં ટેકાના ભાવે રાજ્ય સરકાર ખરીદીનો શુભારંભ મુખ્યમંત્રીના હસ્તે કરવાના છે જ્યારે ટેકાનો ભાવ 1356 ની આજુબાજુ નો હોય તો ખેડૂતો કહી રહ્યા છે કે આ ભાવમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવે, કમ સે કમ 1600 થી 1700 ભાવ હોય તો ખેડૂતોને પરવડે હાલ દીકરી દીકરાના લગ્ન કરવાના હોય એટલે મજબૂરીમાં ન છૂટકે ગમે તેવા ભાવે ખેડૂતોને માલ વેચવો પડે તો ખેડૂતો કહી રહ્યા છે રાજ્ય સરકારને ટેકાના ભાવની જે ખરીદી થવાની છે 1600 થી 1700 નો ભાવ ખેડૂતને આપવામાં આવે