ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.બેંકના 11 ડિરેક્ટરોની 15 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે,ત્યારે બન્ને જૂથના 23 ઉમેદવાર મેદાનમાં છે.આ ચૂંટણીને લઈ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ઉમેદવારી પરત ખેંચી છે.શારદાબેન ઢોલ, જગદીશ સાટોડિયાએ ઉમેદવારી પરત ખેંચી છે,તો જૂનાગઢ જેલમાં રહેલા ગણેશ જાડેજાનું ફોર્મ યથાવત છે.
સહકારી પેનલ સામે ભાજપ પ્રેરીત
નાગરિક સહકારી પેનલ સામે ભાજપ પ્રેરીત પેનલનો જંગ થયો છે.બેંકના 11 ડીરેકટરોની આગામી તારીખ 15 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે ચૂંટણી.કુલ ભરાયેલ 37 ઉમેદવારી ફોર્મ પૈકીના 14 ફોર્મ પરત ખેંચાયા છે.ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,પૂર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલના પત્ની શારદાબેન ઢોલ, જગદીશભાઈ સાટોડીયાએ સહિતના ધુરંધરોએ ઉમેદવારી પરત ખેંચી છે.બેંકની ચૂંટણીમાં યતિષભાઈ દેસાઈની નાગરિક સહકારી પેનલ સામે ભાજપ પ્રેરીત પેનલનો ચૂંટણી જંગ છે.ચૂંટણીમાં યુથ કોંગ્રેસના પ્રતિપાલસિંહ ઝાલા લડશે અપક્ષ ચૂંટણી તો,બેંકની ચૂંટણી યોજાય એ પહેલા જ ગોંડલનું રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
ભાજપ પ્રેરીત પેનલો વચ્ચે ખેલાશે જંગ
ભાજપ પ્રેરીત પેનલ માં પ્રહલાદભાઇ પારેખ, અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા, કિશોરભાઈ કાલરીયા, હરેશભાઈ વાડોદરીયા, ઓમદેવસિંહ જાડેજા, દિપકભાઈ સોલંકી, ભાવનાબેન કાસોદરા, નિતાબેન મહેતા, ડો.પ્રમોદભાઇ પટેલ તથા જ્યોતિરાદિત્યસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.જ્યારે યતિષભાઈ દેસાઈ ની નાગરિક સહકાર સમિતી ની પેનલ માં યતિષભાઈ દેસાઈ, લલીતભાઈ પટોડીયા, કલ્પેશભાઈ રૈયાણી, રમેશભાઈ મોણપરા, સંદીપભાઈ હીરપરા, જયદીપભાઇ કાવઠીયા, ક્રીષ્નાબેન તન્ના, જયશ્રીબેન ભટ્ટી, વિજયભાઈ ભટ્ટ, કિશોરસિહ જાડેજા, જયસુખભાઇ પારઘી નો સમાવેશ થાય છે.