રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત ભૂગર્ભ ગટરના કામ બાદ બેદરકારીથી વાહન ફસાયું હતું. ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામને લઈને ઉપલેટા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે. પાટણવાવ રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની લાઈન તોડી નાખવામાં આવી છે. તોડી નાખેલી પાણીની લાઈનને લઈને છેલ્લા બે વખતથી હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
ભૂગર્ભ ગટરના કામમાં પાણીની લાઈન તોડી નખાઈ
ઉનાળાના કપરા સમયની અંદર એક તરફ લોકો પાણીના વલખા મારે છે. તો બીજી તરફ ભૂગર્ભ ગટરના કામથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વારંવાર પાણીની લાઈન તોડી નાખવી તેમજ ગટરની લાઈનો તોડી નાખવી જેવા ફરિયાદો ઉપલેટા શહેરમાં કરવામાં આવી રહી છે. ઉપલેટા શહેરના ખ્વાજા નગર ચોકમાં વહેલી સવારે પાણીનો વેડફાટ થયો હતો. બાદમાં ભૂવો પડતા છોટાહાથી વાહન ભૂવામાં ફસાયું હતું.
ભૂવામાં મદદ માટે આવેલ જેસીબી ફસાયું
ભૂવો પડ્યા બાદ મદદ માટે આવેલું જેસીબી પણ ખાડામાં ફસાઈ ગયું હતું. જેને યેન કેન પ્રકારે બહાર કાઢવામાં આવ્યું હતું. જેમાં લોકોએ ભારે મહેનતથી તેને બહાર કાઢ્યું હતું. ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડના ઉપલેટા શહેરમાં ચાલતા કામમાં અનહદ બેદરકારી સામે આવી રહી છે. ભૂગર્ભ ગટર માટે કરેલા ખાડામાં કોઈ વ્યક્તિ આ ખાડામાં પડશે. તો તેમનું મૃત્યુ ચોક્કસ થશે. તેવી પણ સ્થાનિકોમાં ભય અને ચિંતા છે.ખોદેલા કામમાં પૂરતી ભરતી ન થતી હોવાનું સામે આવતા વારંવાર ભુવાઓ પડી રહ્યા છે અને ગંભીર રીતે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે.
[ad_1]
Source link