રાજકોટના ઉપલેટાના વેણુ-2 ડેમના ચાર ર દરવાજા ચાર ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડાતા આસપાસના ગામોને સાવચેત કરવામાં આવ્યાં છે. વેણુ-2 ડેમમાંથી 6823 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. હવે ડેમના 20 દરવાજાના રીપેરીંગની કામગીરી કરાશે. વેણુ 2 ડેમમાં 129 MCFT પાણી નો જથ્થો પીવાના પાણી માટે અનામત રખાયો છે.
આસપાસના ગામોને સાવચેત કરાયા
રાજકોટના ઉપલેટાના ગધેથડ પાસે આવેલા વેણુ ટુ ડેમમાં 20 દરવાજાના રીપેરીંગની કામગીરી હાથ ધરાવાની હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે આસપાસના ગામોને સાવચેત કરાયા છે. વેણુ-2 ડેમના ચાર ર દરવાજા ચાર ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડાતા આસપાસના ગામોને સાવચેત કરવામાં આવ્યાં છે. વેણુ-2 ડેમમાંથી 6823 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે.વેણુ 2 ડેમમાં કુલ 797 MCFT પાણીની કેપેસીટી છે. વેણુ 2 ડેમમાં 294 MCFT પાણીના જથ્થામાંથી 165 MCFT 6823 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જ્યારે 129 MCFT પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રખાયો છે. નદી કાંઠાના વરજાગ જાળીયા,ગધેથડ નાગવદર (મેખા ટીંબડી )નીલાખા ગણોદ સહિતના ભાદર નદીના કાંઠા વિસ્તારના ગામોને નદીના પટમાં અવર જવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.
[ad_1]
Source link

