રાજકોટમાં ચીલઝડપ, ચેઈનસ્નેચિંગ અને ચોરીના બનાવો ખૂબ જ વધી ગયા છે. રસ્તા પર ચાલતા રાહદારીઓેએ ગળામાં પહેરેલી સોનાના દોરાને લુખ્ખા તત્વો બાઈક પર બેસીને ચીલઝડપે છીનવીને નાસી જાય છે. તેવામાં મોટી ઉમરના લોકો પણ સુરક્ષિત નથી રહ્યા. આવી અનેક ઘટનાઓ રાજકોટમાં બને છે. ત્યારે રાજકોટમાં ચીલ ઝડપ કરતા 2 આરોપીઓ સહિત 1 સગીરની અટકાયત કરવામાં આવી હતી. જેમની સામે પોલીસે ગુનો નોંધીને પૂછપરછ કરી હતી. જેમાં તેમણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
રાજકોટમાં 2 આરોપીઓ ઝડપાયા
રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં ચીલઝડપ કરતા 2 આરોપીઓ સહિત સગીરની પોલીસે અટકાયત કરી છે. જયારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડ્યા હતા,તેમણે છેલ્લા અઢી મહિનામાં 4 જેટલી ચીલ ઝડપ કરી હોવાની કબૂલાત કરી હતી. LCB ઝોન 2 દ્વારા 2 આરોપીને ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસે 2 આરોપીઓની આગવી ઢબે પૂછતાછ કરતા તેમણે કબૂલ્યું કે, તેમણે બજરંગવાડી,કાલાવડ રોડ,મહિલા અંડરબ્રિજ સહિત જગ્યાએ ચીલ ઝડપ કરી હતી.
આરોપીઓની મોડેસ ઓપરેન્ડી
આરોપીઓ હમેશા મોટી ઉમરના લોકોને જ ટાર્ગેટ કરતા હતા. જેથી પકડાઈ જવાનો ડર રહે નહી. સોનાના ચેઈનની ચીલઝડપ કરતા આ આરોપીઓએ 4 જેટલી ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.LCB ઝોન 2 એ સદામ કુરેશી અને વિક્રમ પાનસુરિયા સહિત 1 સગીરને અટકાયત કરી. જેમની સામે રાજકોટના કુવાડવા, ભક્તિનગર, ગાંધીગ્રામ,માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 4 સોનાની ચેન સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
[ad_1]
Source link