રાજકોટમાં ડિજિટલ એરેસ્ટના ઠગબાજો પોલીસના સંકજામાં આવ્યા. ઠગબાજોએ EDના નામે કારખાનેદારને ડિજિટલ એરેસ્ટ કરી નિશાન બનાવતા લાખો રૂપિયા પડાવ્યા.કારખાનેદારની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી. સાયબર સેલ ક્રાઈમે ડિજિટલ એરેસ્ટના ગુનામાં અમદાવાદના 5 આરોપીઓ ઝડપ્યા.
ઇડી અધિકારી હોવાની બનાવટ કરી છેતરપિંડી
ઠગબાજોએ મુંબઈના ઇડી અધિકારી હોવાની બનાવટ કરતાં રાજકોટના કારખાનેદારને ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યા હોવાનો મામલો સામે આવ્યો.મળતી માહિતી મુજબ કારખાનેદાર પ્રવિણભાઈ ધીરજભાઈ ઉઘાડ કે જેઓ સત્યસાંઈ હોસ્પિટલ રોડ પર આવેલ પ્રદ્યમુન પાર્કમાં રહે છે. પ્રવિણભાઈને 29 જાન્યુઆરીના રોજ એક વ્હોટસઅપ કોલ આવ્યો હતો જેમાં એક ઠગબાજે પોતે મુંબઈના ઇડી અધિકારી હોવાની ઓળખ આપી હતી.
આ ઠગબાજે તેમને કહ્યું કે તમારો સીમ કાર્ડનો ઉપયોગ હવાલા કાંડમાં થતો હોવાનું સામે આવ્યું છે. આથી તમારા એકાઉન્ટની વિગતો આપો જેથી અમે વેરીફાઈ કરી શકીએ. આમ કહી પ્રવીણભાઈને ડિજિટલ એરેસ્ટ કર્યા અને સીમકાર્ડના દુરુપયોગને લઈને કાયદાનો ડર બતાવી 5.35 લાખ રૂપિયા જબરજસ્તીથી ટ્રાન્સફર કરાવ્યા. બાદમાં સમગ્ર ઘટના પ્રવિણભાઈએ તેમના મિત્રને કહેતા ડિજિટલ એરેસ્ટના નામે ફ્રોડ થયાનું જાણતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી.
સાયબર ક્રાઇમે 5 આરોપી ઝડપ્યા
કારખાનેદારની ફરિયાદ પર સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી. સાયબરની તપાસ અમદાવાદ સુધી પંહોચી. કારખાને દાર સાથે ફ્રોડ કરવાના કિસ્સામાં સાયબર ક્રાઇમે એકાઉન્ટ નંબરના આધારે તપાસ કરતા આરોપીઓ સુધી પંહોચ્યા. સાયબર ક્રાઇમે ડિજિટલ એરેસ્ટના ગુના હેઠળ અમદાવાદના 5 આરોપીઓ ઝડપ્યા. જેમના નામ આરોપી અજય કોસ્ટી, પ્રકાશ કોસ્ટી, વિષ્ણુ નાઈ, અંકિત ચમાર અને કુલદીપ રૂહલ હોવાનું સામે આવ્યું છે.
[ad_1]
Source link