રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી કંપનીમાં મોટી આગ લાગતા અફરાતફીનો માહોલ સર્જાયો. નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા. KBZ ફૂડ નામની નમકીન કંપનીમાં આગ લાગતા ફાયર વિભાગની ઘટનાની જાણ કરાતા ચાર ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ભીષણ આગ લાગતા દોડધામ મચી
નાકરાવાડી નજીક નમકીન બનાવતી તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી. તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સના કુવાડવા નજીક કંપનીના કારખાનામાં આગ લાગતા 4 ફાયરની ટીમો ઘટનાસ્થળ પર પંહોચી. ફાયર ફાયટરો દ્વારા આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા છે. પાણીનો મારો ચલાવી ફાયરની ટીમ આગને કાબૂમાં લેવાનો પ્રાયસ કરી રહી છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પણ આગને કારણે મોટું નુકસાન થવા પામ્યું છે. આગ એટલી વિકરાણ છે કે, તેના ધુમાડાના ગોટેગોટા કિલોમીટર સુધી દેખાય રહ્યાં છે.
ખાદ્યતેલના જથ્થાના કારણે આગ વિકરાળ બની
તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ કંપનીમાં કુવાડવા નજીક કંપનીના કારખાનામાં લાગેલ આગનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફાયફાયટરની ટીમ દ્વારા ભીષણ આગ કાબુમાં લેવા પ્રયાસ હાથ ધરાયા છે. નમકીન બનાવતી કંપનીમાં ખાદ્યતેલનો મોટો જથ્થો હોવાને કારણે આગ વધુ વિકરાળ બની છે. અને તેના કારણે જ ફાયર ફાયટરોને આગ કાબૂમાં લેવામાં મુશ્કેલી થઈ રહી છે. આ લખાય છે ત્યાં સુધી આગ ફાયર ફાઈટરો ઓઇલ ટેન્કનો મારો અને મિકેનિકલ ફોમનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે.
કંપનીના કામ કરતા તમામ કર્મચારીઓ સુરક્ષિત
કુવાડવા નજીક નમકીન કંપનીના કારખાનામાં સવારે 9 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. કારખાનમાં અનેક કર્મચારીઓ તેમના રોજીંદા કામ પર આવી ગયા બાદ આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.કારખાનામાં લાગે આગ દુર્ઘટનામાં અંદાજે કંપનીના 200થી વધુ કર્મચારીઓ ફસાયેલા હોવાનું અનુમાન છે પરંતુ તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ફાયરના જવાનોએ તમામ કર્મચારીઓનું રેસ્કયુ કર્યું હાલ ફેક્ટરીની અંદર કોઇ ફસાયેલું ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ કંપનીના કારખાનામાં લાગેલ આગને કાબુમાં લેવા 50થી પણ વધુ ફાયરના જવાનો કામે લાગ્યા છે.