Rajkotના જસદણના ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો 51 લાખનો વિદેશી દારૂ

0
14

રાજકોટના જસદણના ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં વિદેશી દારૂની બોટલો અને બિયરના કેન ઝડપી પાડવામાં આવ્યો છે, તો આ સમગ્ર ઓપરેશન રાજકોટ ગ્રામ્ય એલસીબી અને ભાડલા પોલીસે પાર પાડયું હોવાની વાત સામે આવી છે.

રાજકોટ ગ્રામ્ય LCB અને ભાડલા પોલીસ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડયો

રાજકોટ ગ્રામ્ય એલસીબી અને ભાડલા પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, મહત્વનું છે કે બુટલેગરે રાજસ્થાનથી આ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની વાત સામે આવી છે, પોલીસે એક ટ્રક સહિત કુલ મુદ્દામાલ રૂપિયા ૫૧,૪૮,૬૬૦/- દારૂનો જથ્થો ઝડપ્યો છે, દારૂની કુલ કિંમત રૂપિયા 40 લાખ થાય છે, ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભંડારીયા ગામેથી નજીક ગઢડીયા(જામ) ગામ જવાના રસ્તા પાસેથી આ દારૂ ઝડપાયો છે.

પાંચ દિવસ અગાઉ રાજકોટ પીસીબીએ પણ દારૂ ઝડપ્યો હતો

રાજકોટ તરફ દારૂ ભરેલો ટ્રક આવતો હોવાની બાતમી પીસીબીને મળતા પોલીસે વોચ ગોઠવી હતી, તે દરમ્યાન બામણબોર ચેકપોસ્ટ પાસે એકાદ કીમી દુર ટ્રક નં જીજે 3 બીવી 9485 ને શંકાસ્પદ હાલતમા અટકાવવા આવ્યો હતો. ટ્રકની તલાસી લેતા ચોરખાનામા છુપાવેલો 8552 બોટલ દારૂ મળી આવ્યો હતો . રૂ. 14.56 લાખની કિમતનો દારૂ તથા ટ્રક મળી રૂ. 24.66 લાખનો મુદામાલ કબજે કરી ટ્રક ચાલક રામાપીર ચોકડી પાસે રહેતા રઘુ દેવાભાઇ ચાવડાની ધરપકડ કરી હતી. જેની પુછપરછમા આ દારૂ ગોકુલધામ ગીતાંજલી સોસાયટીનાં બુટલેગર વાલા હનુભાઇ બાંભવાએ મંગાવ્યો હોવાનુ ખુલ્યુ હતુ.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here