રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગના છઠ્ઠા માળે અચાનક આગ લાગવાની ઘટના બની હતી,તો ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચીને રેસ્કયું ઓપરેશન હાથધર્યુ હતુ,સોની પરિવારના લોકો આ આગમાં ફસાયા હતા તો,1 બાળક સહિત 5 લોકોનું રેસ્કયું પણ કરાયું છે,ફાયર વિભાગે કાચ તોડીને લોકોને બહાર કાઢયા છે.
રાજકોટમાં એટલાન્સિસ બિલ્ડિંગમાં લાગી આગ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે,આગમાં દાઝી જવાથી બે લોકોના મોતની પણ આશંકા સેવાઈ રહી છે,ધુમાડો બહાર કાઢવા માટે બિલ્ડિંગના કાચ પણ તોડવામાં આવ્યા છે,ફાયર વિભાગ એક બાદ એક લોકોને આગમાંથી બહાર કાઢી રહ્યું છે,આગ લાગવાનું કારણ અકબંધ છે,રેસ્કયું કરાયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.રાજકોટના નામાંકિત જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર આ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં રહે છે.
બે ફાયર જવાન અને એક સ્થાનિકનું મોત
આ સમગ્ર ઘટનામાં મળતી માહિતી પ્રમાણે બે ફાયરના જવાન અને એક સ્થાનિકોનું મોત થયું છે,હાઈડ્રોલિક સિડીથી રેસ્કયું ઓપરેશન હજી પણ ચાલી રહ્યું છે,શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.તો દાઝી ગયેલા બે લોકોને ઈમરજન્સી વોર્ડમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
રાજકોટ કલેકટર પ્રભવ જોશી, DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.