rain forecast in Gujarat till June 8

0
8

Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે.

8 જૂન સુધી કેવું રહેશે હવામાન

4 જૂન, 2025ના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જીલ્લામાં છૂટોછવાયો વરસા પડી શકે છે.

5મી જૂન 2025ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, વલસાડનગર, સુરેન્દ્રનગર, નવસારી, બોડેલીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

6 જૂન 2025ના રોજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, અમરનાથનગર, જીલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: કચ્છ બોર્ડર પાસે ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનાવવાનો પ્લાન

7 અને 8 જૂન 2025ના રોજ અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જીલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here