રાધનપુર પોલીસ રવિવારે પેટ્રોલિંગમાં હતી. તેવા સમયે પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે રાધનપુર ખાતે આવેલી એસટી મથકમાં ચોરીના બનાવોનો સિલસિલો વધી ગયો છે.
જે માહિતીને ધ્યાનમાં રાખીને રાધનપુર પોલીસ રવિવારે એસટી મથક ખાતે વોચમાં હતી. તેવા સમયે રાધનપુર એસટી મથકમાં પોલીસને બે લોકો પર શંકા જતા તેઓને પોલીસે તાત્કાલિક પકડી પાડયા હતા અને રાધનપુર એસટી સ્ટેન્ડમાંથી ઉઠાવીને રાધનપુર પોલીસ મથકે લઈ જતા બંનેના હાથમાં રહેલ થલા ચેક કરતા થેલામાંથી અલગ અલગ અને પાસ પરમિટ વગરની વિદેશી દારૂની બોટલ નંગ 21 મળી કુલ રાધનપુર પોલીસે બંને ઈસમો પાસેથી રૂ.19,887નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આમ દારૂના થેલા સાથે પકડાયેલ અમૃત અજમલભાઈ દેવીપુજક(રહે. ગામ રાજકોટ, મૂળ રહે. એકલવા તા. હારીજ) દિપક અશોકભાઈ દેવીપુજક(રહે. રાજકોટ મૂળ રહે. કુવર, તાલુકો શંખેશ્વર આ બંને વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી