Procurement fraud is the biggest threat to Indian companies | ભારતીય કંપનીઓ માટે પ્રોક્યોરમેન્ટ ફ્રોડ સૌથી મોટો ખતરો: દેશની 59% કંપનીઓ 2 વર્ષમાં ફાઇનાન્સિયલ ફ્રોડનો શિકાર બની

HomesuratProcurement fraud is the biggest threat to Indian companies | ભારતીય કંપનીઓ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

નવી દિલ્હી2 કલાક પેહલા

  • કૉપી લિંક

દેશની 59% કંપનીઓ છેલ્લા 24 મહિનાઓમાં ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બની છે તેવું PwCના ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇમ સરવે 2024 – ઇન્ડિયા આઉટલુકમાં જણાવવામાં આવ્યું છે. ફાઇનાન્સિયલ ફ્રોડમાં વૈશ્વિક 41%ની સરેરાશની તુલનામાં 18% અને ભારતની અંદર વર્ષ 2022 બાદથી 7%નો વધારો નોંધાયો છે.

તાજેતરના રિપોર્ટ અનુસાર ભારતીય કંપનીઓ માટે પ્રોક્યોરમેન્ટ ફ્રોડ સૌથી મોટો ખતરો સાબિત થયો છે, જેમાં 50% કંપનીઓએ તેને મોટી સમસ્યા ગણાવી છે. જેમાં વૈશ્વિક સરેરાશની તુલનાએ 21%નો ચિંતાજનક વધારો થયો છે. વૈશ્વિક સ્તરે, સાયબર ક્રાઇમ પણ મહત્વનો ખતરો રહ્યો છે, જેમાં 44% કંપનીઓ તેને સૌથી વધુ ખતરો ગણાવી રહી છે. અમારા 2022ના સરવેમાં, 47% સાથે ગ્રાહકો સાથેના ફ્રોડ સૌથી વધુ રહ્યા હતા, જો કે આ વર્ષના તારણોમાં મુખ્ય ચિંતા તરીકે પ્રોક્યોરમેન્ટ ફ્રોડના કિસ્સા સૌથી વધુ છે.

52% ભારતીય કંપનીઓ ડીલ પહેલા અને 46% કંપનીઓ ડીલ બાદ ટ્રાન્ઝેક્શનનું વિશ્લેષણ કરીને પ્રોક્યોરમેન્ટ ફ્રોડને રોકવા માટે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરી રહી છે જ્યારે માત્ર 37% કંપનીઓ જ શંકાસ્પદ લેવડદેવડને રોકવા માટે રિયલ ટાઇમ પેમેન્ટ મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે. રિપોર્ટમાં ફ્રોડને રોકવા માટે અસરકારક સ્ટ્રેટેજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પ્રક્રિયાને મજબૂત બનાવવી, વેન્ડરની પસંદગીમાં ફેરફાર અને સ્ટાફની તાલીમ વગેરે સામેલ છે. જો કે, માત્ર 44% કંપનીઓ જ અનિયમિત બિડ પેટર્નને ઓળખવા માટે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરી રહી છે.

33% આર્થિક ગુનાઓ ભ્રષ્ટાચાર-લાંચને લગતા નોંધાયા 33% આર્થિક ગુનાઓ ભ્રષ્ટાચાર અને લાંચને લગતા છે. 82% કંપનીઓએ જણાવ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચારના જોખમને ઘટાડવા માટે અનુપાલનને લગતા પ્રોગ્રામને લઇને ભરોસો ધરાવતા હતા. વૈશ્વિક સ્તરે 77% બિઝનેસ લીડર્સ તેમની કંપનીઓના આ દિશામાં આત્મવિશ્વાસ ધરાવતા હતા.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon