Home surat Price of 10 grams reaches ₹80,142; may reach ₹85,000 by June | સોનું ₹80,000ને પાર: 10 ગ્રામની કિંમત ₹80,142 થઈ; જૂન સુધીમાં ₹85,000 સુધી પહોંચી શકે છે

Price of 10 grams reaches ₹80,142; may reach ₹85,000 by June | સોનું ₹80,000ને પાર: 10 ગ્રામની કિંમત ₹80,142 થઈ; જૂન સુધીમાં ₹85,000 સુધી પહોંચી શકે છે

Price of 10 grams reaches ₹80,142; may reach ₹85,000 by June | સોનું ₹80,000ને પાર: 10 ગ્રામની કિંમત ₹80,142 થઈ; જૂન સુધીમાં ₹85,000 સુધી પહોંચી શકે છે

નવી દિલ્હી3 કલાક પેહલા

  • કૉપી લિંક

સોનું આજે એટલે કે 22 જાન્યુઆરીએ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 689 રૂપિયા વધીને 80,142 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ મંગળવારે એની કિંમત 79,453 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. ગયા વર્ષે 30 ઓક્ટોબરે સોનું 79,681 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

એ જ સમયે ચાંદીના ભાવમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે. એ 1,048 રૂપિયા વધીને 90,930 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. અગાઉ ચાંદીનો ભાવ રૂ. 90,533 હતો. 23 ઓક્ટોબર, 2024ના રોજ ચાંદીએ તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી, જ્યારે એ પ્રતિ કિલોગ્રામ રૂ. 99,151 પર પહોંચી હતી.

4 મહાનગર અને ભોપાલમાં સોનાનો ભાવ

  • દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 75,400 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 82,240 રૂપિયા છે.
  • મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 75,250 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 82,090 રૂપિયા છે.
  • કોલકાતા: 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 75,250 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 82,090 રૂપિયા છે.
  • ચેન્નઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 75,250 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 82,090 રૂપિયા છે.
  • ભોપાલ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 75,300 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 82,140 રૂપિયા છે.

સોનાની કિંમતનાં 5 મુખ્ય કારણો

  1. ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી જિયોલોજિકલ ટેન્શન વધ્યું છે.
  2. અમેરિકાએ તાજેતરમાં વ્યાજદરમાં ઘટાડો કર્યો છે અને એમાં વધુ ઘટાડો કરી શકે છે.
  3. ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે સોનું મોંઘું થઈ રહ્યું છે.
  4. મોંઘવારી વધવાના કારણે સોનાના ભાવને પણ ટેકો મળી રહ્યો છે.
  5. શેરબજારમાં વધતી જતી વધઘટને કારણે લોકો ગોલ્ડ ETFમાં રોકાણ વધારી રહ્યા છે.

2024માં સોનાએ 20% અને ચાંદીએ 17% વળતર આપ્યું ગયા વર્ષે સોનાના ભાવમાં 20.22%નો વધારો થયો હતો. એ જ સમયે ચાંદીના ભાવમાં 17.19%નો વધારો થયો છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ સોનું 63,352 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે 31 ડિસેમ્બર, 2024ના રોજ 76,162 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. આ સમયગાળા દરમિયાન એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 86,017 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

સોનું 85 હજાર રૂપિયા સુધી જઈ શકે છે કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે સોનામાં મોટી તેજી પછી ઘટાડો થવાનો હતો, એ આવી ગયો છે. અમેરિકા બાદ યુકેએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એનાથી ગોલ્ડ ઇટીએફની ખરીદીમાં વધારો થશે. આવી સ્થિતિમાં આ વર્ષે 30 જૂન સુધીમાં સોનું 85 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

પ્રમાણિત સોનું જ ખરીદો બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું હંમેશાં ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ છે. તેને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક છે, એટલે કે કંઈક AZ4524 આના જેવું. હોલમાર્કિંગ દ્વારા એ જાણી શકાય છે કે સોનું કેટલા કેરેટનું છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here