રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદરમાં સતત ધોધમાર વરસાદ ખાબકયો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. માધવપુરમાં આજ ધોધમારા વરસાદ વરસ્યો છે. માધવપુરમાં 1 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
માધવપુરમાં ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી
માધવપુરમાં ભારે વરસાદ ખાબકતા મુખ્ય બજારોમાંથી વરસાદી પાણી વહેતા થયા છે. માધવપુરમાં ભારે વરસાદના કારણે લોકો હેરાન પરેશાન થયા છે. તેમજ પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. માધવપુરમાં ગતરાતથી અત્યાર સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. માધવપુર રોડ-રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.