પોરબંદરના કુતિયાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને ઘેડ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. તો બીજી તરફ પસવારી નજીક મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. વરસાદના કારણે છેલ્લા 5 દિવસથી રસ્તો બંધ થઈ ગયો છે. ત્યારે વરસાદને કારણે 15થી વધુ ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. જેમાં કાસાબડ, છત્રવા, જમરા, મહિયારી, ભોગસર, ધરસન, કવલાકા, તરખાઇ અને આમિપુર ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. અને જેમાં અનેક જિલ્લામાં વરસાદ ધમાકેદાર વરસી રહ્યો છે.