પોરબંદરમાં 78માં સ્વતંત્રા દિવસની ઉજવણીના ભગરૂપે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 25 વર્ષથી સમુદ્રમાં ધ્વજ વંદન કરવામાં આવે છે, ભારે તોફાની મોજા હોવા છતા સમુદ્રમાં ધ્વજ લહેરાવવાની પ્રથા યથાવત રાખી છે.પોરબંદરના શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે મધ દરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત ગાઈ ધ્વજને સલામી આપવામાં આવે છે.
મધ દરિયે લહેરાવ્યો ધ્વજ
આજે 78માં સ્વતંત્રા દિવસ નિમિત્તે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા મધ દરિયે ધ્વજ વંદન કરી રાષ્ટ્ર ગાન ગાઈ સલામી આપવામાં આવી હતી. છેલ્લા 25 વર્ષથી સમુદ્રમાં ધ્વજ લહેરાવતા શ્રીરામ સ્વિમિંગ ક્લબ મેમ્બરો ગૌરવની લાગણી અનુભવે છે. આજે ખાસ સમુદ્રમાં ધ્વજવંદન કરવા માટે દુબઇથી જુના પોરબંદરના રહેવાસી આવ્યા હતા અને પ્રથમ વખત સમુદ્રમાં ધ્વજવંદન કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.પોરબંદરના મધ દરિયે ક્લબના મેમ્બરો અને સ્થાનિકો દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
25 વર્ષથી કરાય છે ધ્વજવંદન
પોરબંદરમાં આજે સ્વતંત્રતા પર્વને લઈ મધ દરિયે ધ્વજ વંદન કરાયું હતુ,એક તરફ દરિયામાં ભારે મોજા ઉછળી રહ્યાં છે. બીજી તરફ દિલમાં દેશભકિત છે, ત્યારે ઘૂઘવતા દરિયાની વચ્ચે આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવાયો હતો. શ્રીરામ ગ્રુપ દ્વારા છેલ્લા 25 વર્ષથી દરિયાની વચ્ચોવચ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને તિરંગાને સલામી આપવમાં આવે છે.